ETV Bharat / city

ગામમાં કોરોના કેસ ઘટતા વાંકલ પંચાયતે હટાવ્યું સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Jun 1, 2021, 10:56 AM IST

હાલ સુરત જિલ્લામાં કોરોના વાઈરસના ઘટતા કેસોને લઈને હવે ધીમે-ધીમે ફરી ગાડી પાટે ચડી રહી છે અને ગ્રામ પંચાયતોએ કરેલા સ્વૈચ્છિક લોકડાઉન હટાવી રહ્યા છે, ત્યારે માંગરોળના વાંકલ ગામમાં કોરોના કેસ ઘટતા ગ્રામપંચાયતે ગામમાં કરેલું સ્વૈચ્છિક લોકડાઉન હટાવ્યું હતું અને વેપારીઓને ફરી સવારમાં 6થી સાંજના 7:30 સુધી દુકાનો ખુલ્લી રાખવાનું જણાવ્યું હતું.

વાંકલ પંચાયતે હટાવ્યું સ્વૈચ્છિક લોકડાઉન

  • વાંકલ ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન હટાવ્યું
  • તમામ દુકાનો સવારના 6થી સાંજના7:30 સુધી રહેશે ખુલ્લી
  • ગામમાં કોરોના કેસ ઘટતા ગ્રામ પંચાયતે લીધો નિર્ણય

સુરત: થોડાં મહિના પહેલા વધતા જતા કોરોના કેસ પર કાબૂ લેવા અને ગામલોકોના સ્વસ્થ્યની ચિંતા કરીને છેલ્લા દોઢ માસથી વાંકલ ગ્રામ પંચાયત દ્વારા વાંકલ ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. હાલમાં પરિસ્થિતિ સુધારા પર હોવાથી ગામના સરપંચ ભરતભાઈ વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યોએ ગ્રામજનો અને વેપારી મંડળ સાથે સંકલન કરી વાંકલ ગામનું લોકડાઉન હટાવવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: માંગરોળમાં કોરોના સંક્રમણ વધતાં બે દિવસ માટે બજારો સ્વૈચ્છીક બંધ

રાત્રી કરફ્યૂનો અમલ કરવા અનુરોધ કરાયો

1 જુનથી ગામની તમામ દુકાનો સાંજે 7:30 સુધી ખુલ્લી રહેશે, પરંતુ આ સમય દરમિયાન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે નિયમોનું સરકારની ગાઈડ લાઈન મુજબ પાલન કરવાનું રહેશે, તેમજ હાલમાં રાત્રી કરફ્યૂ ચાલી રહ્યો હોવાથી ગ્રામજનોને કરફ્યૂનો અમલ કરવા અનુરોધ કરાયો છે. સરપંચ ભરતભાઇ વસાવાએ ગ્રામ પંચાયતને લોકડાઉનમાં સહકાર આપવા બદલ ગ્રામજનો અને વેપારી મંડળનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: ગણપત વસાવાએ સુરત જિલ્લાના વાંકલ કોવિડ કેર સેન્ટરની મુલાકત લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.