ETV Bharat / city

VNSGUની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે - STUDENTS NEWS

સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા BA, BBA, B.Sc, B.Com અને Computer Science & ITની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ 5 માર્ચથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે તથા પરીક્ષા 9.30 થી 5.30 દરમિયાન લેવામાં આવશે.

VNSGUની 5 માર્ચથી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ શરુ થશે

author img

By

Published : Mar 3, 2021, 2:02 PM IST

  • વિદ્યાર્થીઓ પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે
  • 9.30 થી 5.30 કલાક દરમિયાન પરીક્ષાઓ લેવામાં આવશે
  • વર્ગખંડને સેનેટાઈઝ કરવામાં આવ્યા

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5 માર્ચથી પ્રથમ સત્રની પરીક્ષાઓ લેવામાં આવશે. BA, BBA, B.Sc, B.Com અને Computer Science & IT ની ફર્સ્ટ સેમની પરીક્ષાઓ લેવામાં આવશે. આ બધી જ પરીક્ષાઓ ઓફલાઈને લેવામાં આવશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તમામ કોલેજોમાં જ્યાં સેન્ટરો હશે ત્યાં સવારે 9:30 થી સાંજે 5:30 દરમિયાન આ પરીક્ષાઓ લેવામાં આવશે.

કોરોનાકાળમાં સરકારની ગાઇડલાઇન મુજબ આ પરીક્ષાઓ લેવામાં આવશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5 માર્ચથી પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તમામ સેન્ટરો ઉપર હાલ તમામ વર્ગખંડને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે અને અને એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરવું પડશે.

બેઠક નંબર યુનિવર્સિટીની સાઈટ ઉપરથી મળી જશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 5 માર્ચથી પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને બેઠક નંબર તથા હોલ ટિકિટ યુનિવર્સિટીની સાઈટ ઉપરથી મળી જશે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતે ના થાય તે માટે જે તે કોલેજોમાં લગાવેલા CCTV કેમેરા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા ભવનમાંથી દેખરેખ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.