ETV Bharat / city

VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા હજી સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ પહેલા આ ટેબલેટના નાણાં યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને ટેબલેટ મળી શકે. પણ હજી સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટ આપવામાં આવ્યા નથી.

VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી
VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી
author img

By

Published : Mar 4, 2021, 2:37 PM IST

Updated : Mar 4, 2021, 3:36 PM IST

  • વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ પહેલા નમો ટોબલેટ માટે નાણાં જમા કરાવ્યા હતા
  • ડિપોઝીટ ભરી હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી
  • કુલપતિને કરવામાં આવી રજૂઆત

સુરતઃ વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ પહેલા આ ટેબલેટના નાણાં જમા યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા જેથી વિદ્યાર્થીઓને ટેબલેટ મળી શકે. પણ હજી સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટ આપવામાં આવ્યા નથી. રાજ્ય સરકારની નમો ટેબલેટ યોજના હેઠળ 12 પાસ પછી જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં આવે છે તે વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવામાં આવે છે. પરંતુ આ ટેબ્લેટ માટે પહેલા 1000 રૂપિયા આપવા પડે છે. ત્યાર બાદ નમો ટેબલેટ આપવામાં આવે છે. પરંતુ દોઢ વર્ષ થઈ ચુક્યા હોવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. આથી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવે તેવી રજૂઆત છાત્રા યુવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ VNSGU દ્વારા ખાનગી કોલેજોના ટ્યુશન ફીમાં ઘટાડાની વાતથી કોલેજોના સંચાલકો નારાજ

ટેબ્લેટ આપો કે પછી વ્યાજ સહિત નાણાં પાછા આપવા વિદ્યાર્થીઓની માંગ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી પાસેથી એ માંગ કરવામાં આવી કે જે નમો ટેબલેટ આપવાના હતા તે ટેબલેટ તેમને મળ્યા નથી. તેમની પાસેથી દોઢ વર્ષ પહેલા ડિપોઝિટ સ્વરૂપે યુનિવર્સીટી દ્વારા પૈસા લઈ લેવામાં આવ્યા છે. હવે તેમને ટેબલેટ આપો અથવા વ્યાજ સહિત નાણાં પાછા આપો એવી વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી અને આ અંગે 15 તારીખ સુધીમાં ચોક્કસ નિર્ણય કરવામાં આવે અને જો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય વિદ્યાર્થીઓને આપવામાં નઈ આવે તો છાત્રા યુવા સમિતિ ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.

Last Updated : Mar 4, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.