VNSGU દ્વારા બાકી રહેલી પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવશે
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલ કોરોના(corona) મહામારીના કારણે જે પણ પરીક્ષાઓ લેવામાં આવી હતી. તે બધી જ પરીક્ષાઓ ઓનલાઇન (online exam) લેવામાં આવી હતી અને હાલ રાજ્ય અને સુરત શહેરમાં કોરોનાના કેસ(corona case)માં ઘટાડો થતાં યુનિવર્સિટી દ્વારા આજે કાઉન્સિલની બેઠકમાં બાકી રહેલી પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યો કે, હવે જે ચાર વિષયોની પરીક્ષાઓ બાકી છે. એ બધી જ પરીક્ષાઓ ઓફલાઈન(offline exam) લેવામાં આવશે.
BA, B.COM, BSC, BBA સેમ 6ની પરીક્ષાઓ બાકી હતી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) આજ રોજ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જે તે દરમિયાન દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ(corona case) વધારે હોવાથી યુનિવર્સિટી દ્વારા જે પણ પરીક્ષા લેવામાં આવી હતી, તે તમામ પરીક્ષાઓ ઓનલાઇન પરીક્ષા(online exam)લેવામાં આવી હતી અને બાકીની જે પણ પરીક્ષાઓ બાકી રહી ગઈ છે. તે હવે પછીની પરીક્ષાઓ ઑફ્લાઈન (offline exam) લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા BA, B.Com, Bs.c, BB.A સેમ-6ની કુલ 4 વિષયોની પરીક્ષા ઓફ લાઈન મારફતે લેવામાં આવશે.
19 જુલાઈથી આ પરીક્ષાઓ લેવામાં આવશે
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાકી રહેલી પરીક્ષાઓને લઈને કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, હવે પછી જે પણ પરીક્ષાઓ બાકી છે.
BA, B.Com, Bs.c, BB.A સેમ-6ની પરીક્ષાઓ ઑફલાઇન લેવામાં આવશે તથા આ બધી જ પરીક્ષાઓ 19 જુલાઈના રોજ લેવામાં આવશે.
કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઓફલાઇન પરીક્ષા લેવાશે
VNSGUના કુલપતિ ડો.કિશોરસિંહ.ચાવડા
દ્વારા ઑફલાઇન પરીક્ષાને લઈને કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં યુનિવર્સિટી દ્વારા કોરોનાના કારણે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હવે યુનિવર્સિટી તથા તેમના સંલગ્ન કોલેજોમાં જે પણ પરીક્ષા બાકી છે. એ તમામ પરીક્ષાઓ કેન્દ્ર સરકારની કોવીડ-19ની ગાઈડલાઈન SOPને ધ્યાનમાં રાખીને ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય થોડા સમયમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવશે.