સુરત: અમિતાભ બચ્ચનની પિંક મૂવી (pink bollywood movie) આપે જોઈ હશે જેમાં વકીલ તરીકે તેઓ જણાવે છે કે, કોઇ સ્ત્રી જો કોઈ પુરુષને ના પાડે તો તેનો અર્થ ના જ હોય છે. આ ફિલ્મ જેવી ઘટના ગુજરાતના સુરત શહેરમાં બની છે, જેમાં પૂર્વ પ્રેમીને મૂળ મણિપુરની રહેવાસી (northeast indian in surat) અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતાં જવાનની પુત્રી (daughter of indian army soldier)એ જ્યારે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી તો તેણે એક જનાવરની જેમ તૂટી પડી બચકું (Violence Against Women In Surat) ભરી માર માર્યો હતો.
2 વર્ષ પહેલા આરોપી સાથે ઓળખાણ થઈ હતી
યુવતીના દોસ્ત અને તેને ઢોરમાર મારનારા કરોડપતિ પિતાના પુત્ર વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયો છે. જો કે હાલ આરોપી ફરાર છે. સુરતની એક કંપનીમાં પબ્લિક રીલેશન ઓફિસર (public relations officer surat)ની નોકરી કરનાર મૂળ મણિપુરની યુવતીને તેના પૂર્વ પ્રેમીનો અમાનુષી અત્યાચાર (ex-boyfriend beat up the girl in surat) સહન કરવો પડ્યો છે. 5 વર્ષ પહેલા આ યુવતી સુરત નોકરી માટે આવી હતી. 2 વર્ષ પહેલા તેની ઓળખ સુરતના મોટા ઉદ્યોગપતિના પુત્ર (Son of a big businessman from Surat) કુણાલ કબૂતરવાળા સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ હતો અને તેઓ લગ્ન પણ કરવાના હતા.
યુવતીના પિતા આર્મીમાં ફરજ બજાવે છે
આ દરમિયાન કુણાલ ભણતર માટે લંડન ગયો હતો, ત્યારબાદ બંને વચ્ચે કોઈપણ સંપર્ક નહોતો અને અચાનક દોઢ વરસ બાદ ફરી સુરત આવીને કૃણાલ અવાર-નવાર તેને હેરાન કરવા લાગ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, તે મૂળ મણિપુરની છે અને તેના પિતા આર્મીમાં ફરજ બજાવે છે. પૂર્વ પ્રેમી દ્વારા તેને ફિઝિકલ રિલેશન બનાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. તેણે ના પાડી તો મેસેજ પર 10થી 15 લોકો દ્વારા ગેંગરેપ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આરોપીના પિતાએ પણ ગેરવર્તન કર્યું
એટલું જ નહીં પિસ્તોલ સાથે પોતાની તસવીર પણ આરોપી કુનાલે પીડિતાને મોકલી જાનથી મારી નાંખવાની ધમકી (death threat by ex boyfriend in surat) આપી હતી. યુવતીએ જણાવ્યું છે કે તે ખૂબ જ ભયભીત છે. આર્મીમેનની પુત્રી હોવા છતાં તે પોતાને સુરક્ષિત માની રહી નથી. જ્યારે તે અને તેનો મિત્ર કુણાલને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા, ત્યારે કૃણાલના પિતાએ પણ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું.
શારીરિક સંબંધ બનાવાની ના પાડતા ઢોરમાર માર્યો
પીડિતાએ જણાવ્યું હતું કે, કુણાલે તેને અને તેના મિત્રને ઢોર માર માર્યો હતો, જેમાં તેના સિક્યુરિટી ગાર્ડ પણ શામેલ હતા. કુણાલે યુવતીને બચકુ ભરી વાળ (Manipur Girl Beaten In Surat) ખેંચીને માર માર્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં એણે મને ઢોરમાર માર્યો છે. કોઈપણ યુવતી જ્યારે ના પાડે તો કોઈપણ વ્યક્તિને અધિકાર નથી કે તેની સાથે બળજબરી કરે. મને ન્યાય જોઇએ અને હાલ પોલીસે પણ કડક કલમ લગાવી નથી. વધુ કલમ લગાવવામાં આવે એ માટે હું માંગણી કરી રહી છું.
ફરિયાદમાં વધારે સેક્શન લગાડવામાં આવે તેવી માંગ
યુવતી જ્યારે તેના મિત્ર સાથે કુણાલ ના ઘરે ગઈ હતી ત્યારે કુણાલ યુવતીને માર મારતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. જો કે હાલ પણ કરોડપતિ પિતાનો પુત્ર આરોપી કુણાલ ફરાર છે. યુવતીના વકીલ ધવલ રાણાએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે માત્ર મારામારીનો ગુનો દાખલ કર્યો છે. અમે આ ફરિયાદમાં વધારે સેક્શન લગાડવામાં આવે એ માટે અરજી કરી છે. અગાઉ પણ આવી જ રીતે આરોપીએ યુવતીને અવારનવાર હેરાન કરી છે. એટલું જ નહીં જ્યારે બંને વચ્ચે સંબંધ હતા, ત્યારે કારથી કચડી દેવાનો પ્રયાસ પણ આરોપી કરી ચૂક્યો છે.
આરોપીએ યુવતી અને તેના મિત્રને માર્યા, યુવતીને બટકા ભર્યા
ઉમરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર (umra police station PI) ડી.વી બલદાણીયાએ જણાવ્યું હતું કે, યુવતી અને તેનો મિત્ર કુણાલ કબૂતરવાળાના ઘરે ગયા હતા. આરોપી અવારનવાર યુવતીને હેરાન કરે છે તેવી ફરિયાદ હતી. યુવતી અને તેના મિત્રએ આરોપીના પિતાને જણાવ્યું હતું કે, કુણાલ તેમને હેરાન કરે છે અને આ માટે તેઓ તેમના ઘરે પણ ગયા હતા. તે દરમિયાન કુણાલ આવી ગયો હતો અને બંનેને માર માર્યો હતો અને યુવતીને બચકા ભર્યા હતા. પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Cloth GST Protest in Surat: સુરતમાં આજે GSTના વિરોધમાં 65,000થી વધુ કાપડની દુકાનો બંધ
આ પણ વાંચો: Cloth GST Protest in Surat: સુરતમાં વેપારીઓએ કાળા વાવટા ફરકાવ્યા, GSTનો કર્યો વિરોધ