ETV Bharat / city

કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા, ડી.જે પાર્ટીઓ છતા સુરત પોલીસ ઉંઘમાં

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી મિ. મેકન્કેટ હોટલનો છે. આ વીડિયોમાં યુવાનો ડી.જે પાર્ટી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ પાર્ટી બાદ સુરત પોલીસ પર કોરોના ગાઇડલાઇનના પાલનને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

violated of corona guidelines in surat
સુરતમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા
author img

By

Published : Sep 26, 2021, 4:06 PM IST

  • સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો વીડિયો વાઇરલ
  • ડીજે પાર્ટીનો વીડિયો વાઇરલ થતા સુરત પોલીસ પર અનેક સવાલો
  • વાઇરલ વીડિયોની તપાસ ચાલી રહી છે : પોલીસ

સુરત : સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલો છે. આ વીડિયોમાં સુરતના પીપલોદ પાસે આવેલી મિ.મેકન્કેટ હોટલમાં યુવાનો ડીજે પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. જોકે મહત્વની વાત એ છે કે, આ હોટલના 200 મીટર દૂર જ ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની પીપલોદ પોલીસ ચોકી આવી છે. પોલીસને પણ ખબર ના પડે તે રીતે આ ડીજે પાર્ટીનું BOLLY BOOM NIGHT CULB દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો કોરોના નિયમના ધજાગરા ઉડાવતા માસ્ક, સોશિયલ ડિસ્ટંન્સ વગર જોવા મળી રહ્યા છે.

સુરતમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા

સુરત પોલીસ પર અનેક સવાલ

આ વીડિયો વાઈરલ થયા બાદ એ જોવાનું રહ્યું કે, શું સ્થાનિક ઉમરા પોલીસ આ અંગે કોઈ તપાસ કરશે કે નઈ, કે ખાલી મોટી મોટી વાતો કરનાર સુરત પોલીસ કમિશ્નર અજય કોમરના જાહેરનામાં ખાલી કાગળ ઉપર જ દેખાડશે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતા હોવાની વાત પર આ પાર્ટી કેવી રીતે થઈ તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 36 જેટલા કોરોના કેસ

સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના યંગસ્ટર હોટલોમાં ડીજે પાર્ટી કરી રહ્યા છે. રાજ્યમાં તથા શહેરમાં ત્રીજી લહેરથી બચવા સરકાર તૈયારી કરી રહી છે. તો સામે બીજી બાજુ લોકો કોરોનાની બીજી લહેરને ભૂલી પોતાના આનંદ ઉત્સવ મનાવવા માટે તત્પર જોવા મળી રહ્યા છે.

આ પહેલા પણ DJ પાર્ટીનો વીડિયો થયો હતો વાઈરલ

સુરતનો કોરોનાના ધજાગરા ઉડાવતો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વીડિયોમાં શહેરના પીપલોદ પાસે આવેલી મિ.મેકન્કેટ હોટલમાં યુવાનો ડીજે પાર્ટી કરી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ પહેલા પણ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી રાહુલરાજ મોલમાં ડીજે પાર્ટીનો વીડિયો વાઇરલ થયો હતો. તે સમય દરમિયાન પણ પોલીસ સ્ટેશનમાંથી કોઈ જાતની પરવાનગી વગર આયોજકો તથા મોલના સેક્રેટરી દ્વારા ડીજે પાર્ટીની પરમિશન આપી દેવામાં આવી હતી, જોકે ત્યારબાદ વીડિયો વાયરલ થયા બાદ ઉમરા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉમરા પોલીસના તપાસમાં આડાકાન

આ વાઇરલ વીડીયો બાબતે ઉમરા પોલીસના સર્વલેન્સ સ્ટાફના PSI બિપીન પરમાર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, હાલ તો આ વીડિયોની તપાસ ચાલી રહી છે કે, શું ખરેખર અમારા વિસ્તારનો જ વીડિયો છે કે બીજા વિસ્તારનો અને અમારા બીજા 2 પોલીસ કર્મચારીઓને હાલ આ વીડીયો બાબતે મિ.મેકન્કેટ હોટલમાં મોકલવામાં આવ્યો છે, ત્યારબાદ પુષ્ટિ થઇ શકશે કે આ વાઇરલ વીડિયો ક્યાંનો છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, હાલ કશું કહી શકાય નહીં અને જાણ્યા વગર અમારાથી ગુન્હો પણ નોંધી શકાય નહીં. એટલે કહી શક્યા કે અત્યાર સુધી ઉમરા પોલીસ તપાસમાં આડાકાન કરીને બેસી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.