- કોરાનાની ચેન તોડવા ગ્રામપંચાયત અને વેપારી મંડળ આવ્યું આગળ
- ગામની દુકાનો બપોર પછી નહિ ખુલ્લે
- અમુક વેપારીઓમાં છે છુપોરોષ
સુરત: ગ્રામ્યમાં કોરોના બેકાબુ થયો છે. ત્યારે હવે કોરાના વાઈરસની ચેન તોડવા લોકો સતર્ક થઈ રહ્યા છે. સુરત ગ્રામ્યના મોટાભાગના નગરો સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે ઓલપાડ તાલુકાનું મુખ્ય મથક ગણાતા અને અનેક ગામો સાથે સીધો સંપર્ક ધરાવતા કીમની વાત કરીએ તો કીમ ગ્રામ પંચાયત દ્વારા ગામ કોરોના વાઈરસનું સંક્રમણ અટકે તે માટે તારીખ 11/05/2021થી તારીખ 17/05/2021 સુધી ગામની દુકાનો ખોલવાનો સમય સવારના 6 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે. જ્યારે ગામની દૂધ ડેરી, મિનરલ વોટરની દુકાનો સવારે 6 વાગ્યાથી બપોરના 1 સુધી અને સાંજે 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: જામનગરના ગ્રેઇન માર્કેટમાં વેપારી એસોસિએશન દ્વારા વધુ એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયું
ગ્રામ પંચાયતના આ નિર્ણયને લઈને અમુક વેપારીઓમાં છે છુપોરોષ
ગામના લોકોના સ્વસ્થની ચિંતા અને કોરાનાની ચેન તોડવા ગ્રામ પંચાયતએ બપોર પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગ્રામ પંચાયતના આ નિર્ણયનો અમુક વેપારીઓમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે હાલ રમજાન જેવા તહેવાર ચાલી રહ્યા છે, અત્યારે બે રૂપિયા કમાવવાનો સમય છે ત્યારે બપોર પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયતનો ખોટો છે.
આ પણ વાંચો: લોકડાઉનના પ્રથમ દિવસે સરભોણના બજાર સંપૂર્ણ બંધ રહ્યા