- સુરતમાં આતશબાજી સાથે જાહેરમાં જન્મદિનની ઉજવણી
- પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ
- ઉજવણીનો વીડિયો થયો વાઈરલ
સુરત: શહેરમાં ફરી એક વખત રાત્રિના સમયે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે, એક ઈસમ જાહેરમાં કેક કાપે છે. આ સાથે આતશબાજી પણ થાય છે. જેનો બર્થડે છે તે મિત્રોને પણ કેક કાપીને ખવડાવતો જોવા મળી રહ્યો છે. આ વાઈરલ વીડિયો ક્યારનો છે, તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ હાલ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ કેસોના કારણે રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે.
વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે પોલીસે વિડીયો અંગે તપાસ શરૂ કરી છે. કારણ કે હાલ સુરતમાં રાત્રિ કરફ્યુ છે. વિડીયો ક્યાં નો છે અને ક્યારે જન્મદિનની ઉજવણી કરાઈ તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી છે.