ETV Bharat / city

સુરતમાં પોલીસની PCR વાનમાં ત્રાહિત વ્યક્તિએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં સચિન વિસ્તારની PCR વાનમાં એક વ્યક્તિએ બેસી સોશિયલ મીડિયા માટે શોર્ટ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

સુરતમાં પોલીસની PCR વાનમાં ત્રાહિત વ્યક્તિએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરતમાં પોલીસની PCR વાનમાં ત્રાહિત વ્યક્તિએ બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
author img

By

Published : Jun 20, 2021, 9:38 AM IST

  • પોલીસની PCR વાનમાં ત્રાહિત વ્યક્તિએ બનાવેલો વીડિયો વાયરલ
  • પોલીસની PCR વાનના ડ્રાઈવરના મિત્રએ આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો
  • વીડિયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા

સુરત: પોલીસની PCR વાનમાં ત્રાહિત વ્યક્તિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જે હવે વાયરલ થયો છે. પોલીસની PCR વાનના ડ્રાઈવરના મિત્રએ આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે. આ વીડિયો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે.

સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાંના ભંગ કરતા વીડિયો વાયરલ થયા

સુરતમાં એક પછી એક જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાંના ભંગ કરતા વીડિયો વાયરલ થયા છે. પોલીસે આવા લોકો સામે કાર્યવાહી પણ કરી છે, પરંતુ હવે પોલીસની PCR વાનમાં પણ વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહી તે વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોફ પણ ઝાડવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. સુરતમાં સચિન વિસ્તારની PCR વાનમાં એક વ્યક્તિએ બેસી સોશિયલ મીડિયા માટે શોર્ટ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

આ પણ વાંચો: નડીયાદમાં માસ્ક બાબતે દુકાનદાર સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો વાયરલ

ડ્રાઇવર તરીકે ફરજ બજાવનારા મોનું મિશ્રાના મિત્ર આકાશ શર્માએ આ વીડિયો બનાવ્યો

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સચિન પોલીસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવનારા મોનું મિશ્રાના મિત્ર આકાશ શર્માએ આ વીડિયો બનાવ્યો છે. એટલું જ નહી મોનું મિશ્રા આ PCR વાન લઈને ઘરે જમવા જાય છે અને સ્થાનિક વિસ્તારમાં ફરી રોફ પણ જમાવે છે. આ સમગ્ર ઘટના અંગે સુરત એફ ડિવિઝનના SP જે. કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જવાબદાર સામે કાર્યવાહી થશે.

આ પણ વાંચો: સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થયો

પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું

દેખ દેખ તેરા બાપ આયા સોંગ પર PCR વાનમાં બનાવેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસની સરકારી વાનમાં આ પ્રકારના વીડિયો બનાવવા કેટલા યોગ્ય છે તે એક મોટો સવાલ છે. ત્યારે આ વીડિયો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.