- કોરોનાને કારણે ભક્તોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
- ભક્તોને ફુલહાર, પ્રસાદ આપવા કે લેવામાં આવતા નથી
- મંદિરમાં દરેક પ્રકારની સાવચેતી રાખવામાં આવે છે છતાં ભક્તો આવતા નથી
સુરત: શહેરમાં દિવસે દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરના મંદિરોમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ જણાઈ રહ્યું છે. સામાન્ય દિવસોમાં શહેરના ગણેશ મંદિરો ઉપર ભક્તોની ભીડ જોવા મળે છે પરંતુ આ વખતે કોરોનાને કારણે ભીડ પણ જોવા મળતી નથી. કોરોના સંક્રમણ ન થાય તે માટે પણ ભક્તો મંદિરે આવતા અચકાતા હોય છે.
આ પણ વાંચો:ઊંઝાઃ ઉમિયા માતા મંદિરમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રિની ઉજવણી
કોરોના માહામારી પહેલા મંદિરનું પરિસર ભરેલું રહેતું
સુરત સિદ્ધિવિનાયક મંદિરના મહારાજ રશેસ ચૈતન્યકુમાર ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલમાં કોરોનાને જોતા મંદિરમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ લાગે છે. આજે મંગળવાર છે, ગણપતિ દેવનો દિવસ છે. મંગળવારના રોજ આ મંદિરમાં પગ મુકવાની જગ્યા હોતી નથી. આખું પરિસર ભરેલું હોય છે કોરોનાને લીધે વધુમાં વધુ ભય ફેલાયો છે અને એનાથી ભક્તોની અવરજવર ખુબ જ ઓછી થઇ ગઈ છે. સરકારના આદેશ મુજબ મંદિરમાં બધા જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં ભક્તો ડરે છે અને હાલમાં કોરોના મહામારીને કારણે મંદિરમાં કોઈ પણ ફુલહાર, પ્રસાદ લેવામાં આવતો નથી અને પ્રસાદ આપવામાં પણ નથી આવતો.
આ પણ વાંચો:ઉમિયા માતાજી મંદિરમાં કોરોના ગાઇડ લાઇન્સની તકેદારી રાખી ભક્તોએ કર્યા દર્શન
મંદિરમાં સરકારની કોવિડ ગાઈડલાઈન અનુસરવામાં આવે છે
મંદિરના ટ્રસ્ટી જ્યંતી બાલુભાઈ પટેલે જણાવ્યું કે, આ સિદ્ધિવિનાયક મંદિર ભાવિભક્તોથી ઉભરાતું હતું. કોરોના કાળને લીધે મંદિરના વ્યવસ્થાપકોએ સરકાર દ્વારા આપવામાં આવેલા નીતિનિયમોનું પાલન કરવાનું શરૂ કરીને મંદિરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું હતું તેમજ હેન્ડ સૅનિટાઇઝર પણ ફરજીયાત કરી દેવાયું હતું, બહાર એક માણસ દ્વારા ટેમ્પરેચર માપવાનું ચાલુ કર્યું છે. અમારા મંદિરમાં આવનારા ભક્તો તરફથી સહકાર આપવામાં આવે છે અને સોશિયલ ડિસટન્સનું પણ પાલન કરવામાં આવે છે. મંદિરમાં ભક્તો માસ્ક પેહરીને જ દર્શન માટે આવે છે અને સરકારની ગાઈડલાઈનને પૂર્ણ રૂપથી સહયોગ આપી રહ્યા છે. અમે આશા રાખીઓ છીએ કે, સિદ્ધિવિનાયકના આશીર્વાદથી ખુબજ જલ્દીથી આ મહામારી દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ.