ETV Bharat / city

Vareli Fire Mishap: ફેક્ટરી માલિકો અને મેનેજર સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો

પલસાણા તાલુકાના વરેલી ખાતે આવેલી પ્લાસ્ટિકની બેગ અને માસ્ક બનાવતી કંપનીમાં સોમવારે મળસ્કે અચાનક લાગેલી આગમાં (Vareli Fire Mishap) 2 કામદારોના મોત બાદ કંપનીના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે કડોદરા જીઆઇડીસી (Kadodra GIDC) પોલીસ સ્ટેશનમાં સદોષ માનવ વધનો (Homicide) ગુનો નોંધાયો છે.

Vareli Fire Mishap: ફેક્ટરી માલિકો અને મેનેજર સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો
Vareli Fire Mishap: ફેક્ટરી માલિકો અને મેનેજર સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો
author img

By

Published : Oct 18, 2021, 5:12 PM IST

Updated : Oct 18, 2021, 6:46 PM IST

  • Vareli Fire Mishap માં 2 કામદારોના મોત નિપજ્યાં હતાં
  • કંપનીના માલિકો અને મેનેજર સામે Homicide નો ગુનો નોંધાયો
  • ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ

બારડોલી : સોમવારે મળસ્કે 4.30 વાગ્યાની આસપાસ વરેલી ખાતે આવેલી વિવા પેકેજિંગ નામની ફેક્ટરીમાં ભીષણ આગ (Vareli Fire Mishap) ફાટી નીકળી હતી. માસ્ક અને પેકિંગ બેગ બનાવતી કંપનીના ગ્રાઉંડ ફ્લોર પર અચાનક આગ લાગી ગઈ હતી. ફેક્ટરીમાં 200 જેટલા કામદારો ફસાયા હતા. જે પૈકી પાઇપ પરથી ઉતરવા જતાં અબ્દુલ કાદીર અબ્દુલ સમદ ભરવલિયા (ઉ.વર્ષ 23, રહે વિવા પેકેજિંગ,વરેલી તા. પલસાણા, જી. સુરત, મૂળ રહે કરહી, તા. બાંસી, જી. સિદ્ધાર્થ નગર, ઉત્તર પ્રદેશ)નું નીચે પડી જતાં મોત થયું હતું. જ્યારે અન્ય એક કામદાર મોહન ક્રિપાકાન્ત અમેરી ઝા (ઉ.વર્ષ 38, વિવા પેકેજિંગ, વરેલી)નું આગમાં બળી જવાથી મોત થયું હતું. જ્યારે અન્ય કેટલાક કામદારો દાઝતાંં તેમને સુરતની સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ફેક્ટરી સંચાલકોની બેદરકારી છતી થઈ

તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, (Kadodra GIDC) કારખાનામાંથી ઈમરજન્સીમાં બહાર નીકળવા માટેનો રસ્તો ઉપલબ્ધ ન હતો અને ફાયર કે સુરક્ષાની (Vareli Fire Mishap) અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. એટલું જ નહીં ફેક્ટરીનું કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું ન હતું. આથી ફેક્ટરીના માલિક અને સંચાલકો દ્વારા સોથી વધુ માણસો રાખી ફાયર સુવિધા કે બહાર નીકળવા માટે ઈમરજન્સી સુવિધા ન રાખી ગંભીર પ્રકારની બેદરકારી છતી થઈ હતી. આથી પોલીસે મૃતક મોહન ક્રિપાકાન્ત અમેરી ઝાના ભાઈ બસંતકુમારની ફરિયાદના આધારે ફેક્ટરીના માલિક જનકભાઈ મધુભાઈ જોગાણી, શૈલેષ વિનુભાઈ જોગાણી અને મેનેજર દિનેશ નાથાભાઈ વઘાસિયા વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ

200થી 300 કામદારો કામ કરતાં હોવા છતાં ઈમરજન્સી સુવિધા નથી

(Kadodra GIDC) સ્થિત ફેક્ટરીમાં ભોંયતળિયામાં કંપનીના ગોડાઉન છે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કંપની પેકેજિંગનું તથા બીજું કામ કરવામાં આવે છે અને પહેલા માળે ગોડાઉન આવેલું છે. બીજા અને ત્રીજા મળે સિલાઈ મશીનનું કામ કરવામાં આવે છે. તથા ચોથા માળે આ ફૅક્ટરીમાં કામ કરતાં કામદારો માટે 15 રૂમ બનાવવામાં આવેલ છે. 200થી 300 કામદાર કામ કરતાં હોવા છતાં કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અનેક સવાલો (Vareli Fire Mishap) ઊભા થઈ રહ્યાં છે.

ઈમરજન્સી સુવિધાનો અભાવ

આ અંગે કડોદરા (Kadodra GIDC) પોલીસ ઈન્સ્પેકટર એચ.બી. પટેલે જણાવ્યું હતું કે, આગની ઘટનામાં બે કામદારોના મોત (Vareli Fire Mishap) થયાં છે અને પ્રાથમિક તપાસમાં જ ફેક્ટરીમાં ઈમરજન્સી સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો અને ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી. જેને લઈ ફેક્ટરી માલિક સહિત ત્રણ વ્યક્તિ સામે સદોષ માનવ વધનો (Homicide) ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ સુરતમાં માસ્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા 2ના મોત, ફેક્ટરીના માલિક સામે નોંધાયો ગુન્હો

આ પણ વાંચોઃ દશેરા પર્વે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સુરત શહેરને રૂપિયા 237 કરોડના વિકાસકામોની ભેટ આપી

Last Updated : Oct 18, 2021, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.