ETV Bharat / city

વરાછા પોલીસની કાર્યવાહીઃ હીરાના કારખાનાના માલિકો સાથે ઠગાઈ કરતો ઈસમ ઝડપાયો - સુરત ક્રાઈમ

સુરતમાં હીરાના વેપારીઓની નજર ચૂકાવી હીરાના પડીકા બદલી ઠગાઈ આચરતા એક ઇસમને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ઈસમની ધરપકડ કરી કાપોદ્રા અને વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.

વરાછા પોલીસની કાર્યવાહી
વરાછા પોલીસની કાર્યવાહી
author img

By

Published : May 30, 2021, 11:57 AM IST

  • હીરા નગરીમાં હીરાના કારખાનાના માલિકો સાથે છેતરપિંડી
  • વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં આપ્યો હતો ઘટનાને અંજામ
  • હીરાની છતરપિંડી કરનારો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

સુરતઃ હીરા નગરી તરીકે પ્રખ્યાત શહેરમાંં કરોડો રૂપિયાના હીરાનો કારોબાર થાય છે. જોકે અમુક લોકો કરખાનેદારોને વિશ્વાસમાં લઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. આવી જ એક ઘટના શહેરના વરાછા વિસ્તારમાં અને બીજી કાપોદ્રા વિસ્તારમાં બની હતી. વરાછા વિસ્તારમાં સેન્ટ્રલ બજારમાં હીરાની ઓફિસ ચલાવતા અજય શાહ ઘણા સમયથી હીરાની લે-વેચનો ધંધો કરે છે. જોકે થોડા સમય અગાઉ આ આરોપી ટોળકી હીરા જોવાના બહાને ઓફિસમાં આવી હતી અને અજયની નજર ચૂકવી 27 લાખના હીરા ભરેલું પડીકું બદલાવી લીધું હતું. હીરાનું પડીકું બદલાવી આરોપી ટોળકી ત્યાંથી નાસી છૂટી હતી. જોકે અજયને આ વાતની જાણ થતાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી

કાપોદ્રામાં પણ હીરા ચોરીને આપ્યો હતો અંજામ

બીજી તરફ આવી જ ઘટનાને આરોપીઓ દ્વારા કાપોદ્રામાં અંજામ અપાયો હતો. શહેરના કાપોદ્રા ખાતે આવેલા ક્રિષ્ટલ પ્લાઝામાં ઓફિસ ચલાવતા ધવલ દિયોરા પાસેથી પણ હીરા જોવાના બહાને 16 લાખ 5 હજાર 400ના હીરાનું પડીકું બદલાવી લીધું હતું. ત્યાર બાદ ધવલને જાણ થતાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ

હીરાની છતરપિંડી કરનારો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

જેમાં વરાછા પોલીસે બાતમીના આધારે આરોપી રાહુલ રમેશ કથીરિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી હીરાની દલાલી કરે છે જે છેતરપિડી કર્યા બાદ ફરાર હતો. આ અગાઉ આ ગુનાના ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જ્યારે શનિવારે ચોથા આરોપીને વરાછા પોલીસના સ્ટાફે ઝડપી પાડી કાપોદ્રા અને વરાછામાં નોંધાયેલા ગુન્હાનો આરોપી હોવાથી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.