ETV Bharat / city

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગે માળાઓનું વિતરણ કર્યુ - વન વિભાગ ન્યૂઝ

વિશ્વ ચકલી દિન નિમિત્તે વડોદરાના વન વિભાગે ચકલીઓના માળાનું વિતરણ કરી ઉજવણી કરી છે. સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના DFO(ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) કે.જે.મહારાજાએ જણાવ્યું હતું કે, તમારી પાસે થોડીક જગ્યામાં છાંયો હોય ત્યાં ચકલીઓનો માળો, બાજુમાં પાણી અને ખોરાક મુકો. જેથી લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીએ.

વિશ્વ ચકલી દિવસની વડોદરામાં ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Mar 20, 2021, 5:18 PM IST

  • વિશ્વ ચકલી દિવસની વડોદરામાં ઉજવણી કરવામાં આવી
  • વન વિભાગે ચકલીઓના માળાઓનું વિતરણ કર્યું
  • લુપ્ત થતી ભારતીય ચકલીઓના પુન:વસવાટ માટે સહયોગ આપવા કરી અપીલ

વડોદરા: વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સામાજીક વન વિભાગ વડોદરા અને ખાનગી NGO દ્વારા લોકોને ચકલીઓના માળાઓનું વિતરણ DFOના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ACF, RFO નિધિ દવે સહિત વન વિભાગના કર્મચારીઓ અને ખાનગી NGOના અગ્રણી, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વન વિભાગે ચકલીઓના માળાઓનું વિતરણ કર્યું

આ પણ વાંચો: વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ માળા અને કૂંડા વિતરણ કર્યા

પર્યાવરણ અને વૃક્ષોનો નાશ કરવાથી ચકલીઓ લુપ્ત થઈ રહી છે

20મી માર્ચ આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વડોદરામાં કરવામાં આવી હતી. સામાજીક વનીકરણ વિભાગ અને ખાનગી NGOના સંયુક્ત ઉપક્રમે લોકોને ચકલીઓના માળાઓનું વિતરણ કરી લુપ્ત થઈ રહેલી ચકલીઓના શહેરમાં પુનઃ વસવાટ કરવા સહયોગ આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય

તમારી પાસે થોડીક જગ્યામાં છાંયો હોય ત્યાં ચકલીઓનો માળો ,બાજુમાં પાણી અને ખોરાક મુકવા અપીલ: DFO

સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના DFO કે.જે.મહારાજાએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીઓની ચીં... ચીં... એક જમાનામાં આપણાં ઘરોમાં, પ્રાંગણમાં, આંગણામાં સંભળાતી હતી. હાલમાં તે સંભળાતી નથી. કારણ કે આપણે જે પર્યાવરણ અને વૃક્ષોનો નાશ કર્યો છે. પહેલાંના જમાનામાં ઘરની આગળ વૃક્ષો રહેતા હતા. જેની ઉપર ચકલીઓ પોતાને રહેવા માટે માળો બનાવતી હતી. પહેલાંના ઘરો એવા હતા કે, જ્યાં ઘરની અંદર નળીયાવાળા ઘર જેમાં ફોટાઓ લાગતા હતા. જે ફોટા પાછળ ચકલીઓ માળો બનાવતી હતી.

ચકલીઓ પર્યાવરણનો એક ભાગ

અભેરાઈ હોઈ કે નળિયાનું બખોલું હોય અને છાંપરાવાળા ઘરોની અંદર ચકલીઓને રહેવા માટેની યોગ્ય જગ્યાઓ મળતી હતી. હાલમાં નવું કલચર આવ્યું છે. એમાં ચકલીઓને રહેવા માટે જગ્યા નથી. જેથી ચકલીઓ રહી શકતી નથી. કારણ કે એ પણ એક પર્યાવરણનો ભાગ છે, માટે આપણે માળાઓ વન વિભાગ તરફથી તથા NGOના સહયોગથી વિતરણ કરવામાં આવ્યા છે. તમારી પાસે જગ્યા છે થોડો છાંયો છે, ત્યાં ચકલી માટેનો માળો મુકો. તેની બાજુમાં પાણી મુકો તેમજ ખોરાક મુકો, કેમ કે ચકલી પર્યાવરણનો એક ભાગ છે. આપણે એની સુરક્ષા કરીએ અને તેને ફરી વસવાટ કરાવીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.