- સુરત શહેરમાં વેક્સિન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ
- અઠવાગેટ સર્કલ પર આવેલા વિમાનનો જાગૃતિ ફેલાવવામાં કરાયો ઉપયોગ
- વિમાનને વેક્સિને અને ઈન્જેક્શનના આકારમાં ફેરવી દેવાયું
સુરતઃ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે લોકોને વેક્સિન અંગે જાગૃત કરવા મહાનગરપાલિકાએ અનોખો પ્રયાસ કર્યો છે. અઠવાગેટ સર્કલ પર આવેલા આઈલેન્ડ પરના વિમાનને વેક્સિન અને ઈન્જેક્શન આકારમાં સજાવાયું છે. જોકે એ અલગ વાત છે કે, શહેરમાં વેક્સિનનો પૂરતો પૂરવઠો આવતો નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
આ પણ વાંચોઃ નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
અઠવાગેટ પરનું વિમાન તમામ લોકોએ વેક્સિન લેવીની અપીલ કરે છે
સુરત એરપોર્ટને મંજૂરી મળી તેની યાદમાં શહેરના અઠવાગેટ સર્કલ પાસે સાયુકલા વિમાન જેવી જંગી પ્રતિકૃતિ ગોઠવવામાં આવી હતી. હવે એ વિમાન એ જ વ્યક્તિની પ્રતિકૃતિમાં ફેરવી દેવામાં આવી છે, જે પસાર થનારા સૌને વિશ્વભરમાં મચાવનારા કોરોના સામે રક્ષણ મેળવવા એકવાર પૂરવાર થયેલી વેક્સિન અવશ્ય મૂકાવવાનો મેસેજ આપી રહી છે. સુરતમાં છેલ્લા 3-4 દિવસથી વ્યક્તિની અછત વર્તાઈ રહી છે ત્યારે અઠવાગેટ વિમાન સર્કલ વિમાનને વ્યક્તિનું સ્વરૂપ અપાયું છે. વિમાન માર્ગ સુરતમાં વેસ્ટનો જથ્થો જલ્દી આવે તેવી આશા સાથે યુવા વર્ગ વેક્સિન લેવા માટે ઉત્સાહિત પણ છે.
આ પણ વાંચોઃ ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ
એક તરફ જાગૃતિ તો બીજી તરફ વેક્સિનની અછત
અઠવાગેટ ઉપર આઈલેન્ડમાં મૂકેલા વિમાનને બુધવારે રાત્રે વેક્સિનની પ્રતિકૃતિમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આમ તો આ છે બધા વેક્સિન લે તે માટે જાગૃતિ લાવવાનો છે, પરંતુ હાલમાં વેક્સિનની જે તીવ્ર અછત સર્જાઈ છે. આ અંગે સુરતના એક યુવા યુવરાજ પોખરણાએ જણાવ્યું હતું કે, સારો પ્રયાસ છે, પરંતુ તેનાથી એક બીજો મેસેજ જેવો પણ નીકળી રહ્યો છે કે હવે અહીં આપણે ત્યાં વેક્સિન નથી અછત છે તો શું વિમાનમાં વેક્સિન લેવા માટે વિદેશ જવું પડશે? વેક્સિનનો જથ્થો જેટલો જલ્દી બને તેટલો જલ્દી આવી જાય તો લોકોને આ કોરોના કાળમાં રાહત મળશે.