- આજથી વિવિધ 80 સેન્ટરો પર વેક્સિનેશન ડૉઝ આપવાની કામગીરી શરૂ
- સુરત મ્યુનિ. વિસ્તારમાં હેલ્થ વર્કર્સની માહિતી કોવિડ પોર્ટલ પર અપલોડ કરાઈ
- ફ્રન્ટલાઈન વર્કર્સ અને કો-મોર્બિડ લોકોને વેક્સિનેશન માટે પ્રાધાન્ય
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી વિવિધ 80 સેન્ટરો પર વેક્સિનેશન ડૉઝ આપવાની કામગીરી શરૂ કરાશે. શરૂઆતમાં 14 અને 28 સેન્ટરો બાદ આજથી 80 સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે અને પ્રથમ તબક્કામાં નોંધાયેલા 37 હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓના વેક્સિનેશન ની કામગીરી 6 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત આજે એક સાથે 7 હજાર હેલ્થ વર્કર્સને વેક્સિનેશન કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 30 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ
સરકારની સુચના મુજબ ફ્રન્ટલાઈન વર્કર્સ અને કો-મોર્બિડ લોકોને વેક્સિનેશન માટે પ્રાધાન્ય આપવામાં આવશે. આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, શહેરમાં અત્યાર સુધી 11 હજાર સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી 28થી 30 ટકા જેટલા કામગીરી પૂર્ણ થઇ છે. જે આગામી 6 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે.