- ખાડી પુરને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ
- ખાડીમાં મેયર ડે મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો લગાવી ગોબરદાસ નેતાઓ લખી વિરોધ
- આમ આદમી પાર્ટી દ્વારા ખાડી ની સાફસફાઈ કરવામાં આવી
સુરત: દર ચોમાસામાં સુરત શહેરમાં ખાડી પુર આવતા હોય જેને પગલે લોકોની હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સુરત આમ આદમી પાર્ટી દ્વારા ગાડી સફાઈનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસથી ગાડી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. જોકે, આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા શાસક પક્ષના નેતા, સુરત ડેપ્યુટી મેયરને સાથ સહકાર આપવા માટે અનેક વખત રજૂઆત કરાઈ છે. છતાં કોઈ ધ્યાન ન આપતા આખરે આપ પાર્ટીએ મેદાને આવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીમાં વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે પ્રતિમાબેન પટેલની નિમણૂક કરવામાં આવી
આ પણ વાંચો: આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના દરેક વોર્ડમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી
ખાડીમાં મેયર ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો વાળા બેનર મુકીને વિરોધ કર્યો
જેમાં ખાડી સફાઈ અભિયાન દરમિયાન ખાડીમાં મેયર ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો વાળા બેનર મુકીને વિરોધ કર્યો હતો. આ ફોટોમાં ગોબરદાસ મેયર હેમાલી બોધવાળા અને ડે મેયર દિનેશ જોધાણી અને શાસક પક્ષના નેતા અમિત રાજપૂતના ફોટો ખાડીમાં મૂકીને અનોખો વિરોધ દર્શાવ્યો છે. કારણ કે ખાડી પુરથી ચોમાસામાં સ્થાનિક લોકોની હાલાકી વધી જાય છે તેમજ ગંદકીનું સામ્રાજ્ય પણ વધે છે. સાથો સાથ આ ખાડીમાં સફાઈ ન હોવાથી રોગચાળો ફાટવાની પણ દહેશત ફેલાઈ છે. ત્યારે નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના નગરસેવકો આપ કાર્યકરો દ્વારા લોકોને પડતી હાલાકીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.