સુરત : શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતાં વાલીએ ધોરણ એકમાં પોતાની બાળકીને પ્રવેશ અપાવવા આરટીઇ હેઠળ ફોર્મ ભર્યું હતું. જો કે માતાપિતા કોરોના સંક્રમિત થતાં બહારગામ ગયાં હતાં. જેના કારણે શાળાએ હાજર ન થઈ શકતા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.
![રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં વાલીનું ફોર્મ શાળા દ્વારા રદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8980026_rte_school_7200931.jpg)
આ અંગે જયદીપભાઈએ જણાવ્યું હતું કે, આ બાબતની જાણ શાળાને ટેલિફોનિક માધ્યમ દ્વારા કરી દેવામાં આવી હતી.પરંતુ તેમ છતાં પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો છે. શાળા દ્વારા સેકન્ડ રાઉન્ડમાં ફરીથી નામ ખુલશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ નામ ન ખુલતાં બાળકી ન પ્રવેશની ચિંતા સતાવી રહી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હવે પ્રવેશ નહી મળી શકે તેવી વાત જણાવવામાં આવી છે.