ETV Bharat / city

તાપી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો - Two youths drowned in Surat

સુરત જિલ્લાના બારડોલીના વાઘેચા (Vaghecha) ગામ નજીક તાપી નદીમાં નાહવા પડેલા બે યુવકો ડૂબી જતાં ચકચાર મચી ગઇ હતી. જે પૈકી એક યુવકનો મૃતદેહ (dead body) શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે.

Surat News
Surat News
author img

By

Published : Nov 7, 2021, 12:27 PM IST

  • સુરતના ગોડાદરાથી યુવકો ફરવા આવ્યા હતા
  • નદીમાં ન્હાતી વખતે બે યુવકો અચાનક ગરકાવ થયા
  • શોધખોળ દરમિયાન એકનો મૃતદેહ મળી આવી

સુરત: બારડોલી તાલુકાના વાઘેચા (Vaghecha) ગામે ભાઈબીજના દિવસે ફરવા આવેલા સુરતના ગોડાદરાના બે યુવકો તાપી નદીમાં ન્હાતી વખતે ડૂબી ગયા હતા. બારડોલી ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરતાં એક યુવકનો મૃતદેહ (dead body) મળી આવ્યો હતો, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલુ હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

તાપી નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબ્યા

મૂળ ઉત્તર પ્રદેશના છે બન્ને યુવકો

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છાછપારા કાનૂનગોના રહેવાસી અરવિંદ રાજવંશી મિશ્રા ઘણા વર્ષોથી સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહે છે. શનિવારે ભાઈ બીજના દિવસે અરવિંદનો ભત્રીજો વિકાસ સુબેદાર મિશ્રા (ઉ.વર્ષ 19) અને પિતરાઈ ભાઈ સુનિલ ઉર્ફે છોટુ અમરનાથ મિશ્રા ઉ.વર્ષ 18) તેમના અન્ય મિત્રો સાથે બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવ મંદિરે ગયા હતા.

મંદિરે દર્શન બાદ તાપીમાં ન્હાવા પડ્યા

દર્શન બાદ મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીમાં કેટલાક મિત્રો નહાવા પડ્યા હતા. તે દરમિયાન વિકાસ અને સુનિલનો પગ અચાનક લપસી જતા તેઓ નદીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. સાથી મિત્રોએ બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બચાવના પ્રયાસો હાથ ધર્યા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના છાપીમાં વરસાદી પાણીના વ્હોળામાં ડૂબી જવાથી બે કિશોરોના મોત

અંધારું થતા શોધખોળ અટકાવી પડી

મોડી સાંજે અંધારું થઈ જતા શનિવારે શોધખોળ કામગીરી અટકાવી પડી હતી. હવે રવિવારે સવારે શોધખોળ કરવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસર પી.બી.ગઢવીએ જણાવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી વિકાસની મૃતદેહ (dead body) નો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ (Postmortem) ની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત

મૃતક વિકાસ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો

એક સાથે બે યુવકો પાણીમાં ગરક થઈ જવાથી સુરતથી આવેલા તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. સાથે આવેલા મિત્રો પણ આ ઘટનાને લઈ હેબતાઈ ગયા હતા. મૃતક યુવક વિકાસ મિશ્રા ધોરણ 11 (કોમર્સ)માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.