- લાંચ લેતા પોલીસકર્મી રંગેહાથ ઝડપાઈ ગયા
- જિલ્લામાં પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચારી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે
- ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રીપોર્ટ, અભિપ્રાય મોકલવા માટે 1,00,000 રૂપિયાની લાંચ માગી
તાપી- જિલ્લામાં પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચારી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાપી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓએ ખાખી પર કલંક લગાવ્યું છે. જો કે, આ 2 પોલીસ કર્મચારીઓએ જમીન બાબતના કેસમાં પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી અને ગુનાની તપાસ આરોપી પ્રતિક એમ.અમીન(રીડર PSI) કરતા હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં ગુના સંબંધે રીપોર્ટ, અભિપ્રાય મોકલવા માટે 1,00,000 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચ લેતા પોલીસકર્મી રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદીના ઓળખીતા બહેન વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં FIR રદ કરવા, ફરીયાદીના ઓળખીતા બહેને આ કામના ફરીયાદીને મદદ કરવા કહ્યું હતું. જેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પીટીશન દાખલ કરાવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.
ફરિયાદીએ તાપી ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવ્યું હતું
ઉપરોક્ત જણાવેલ પીટીશન નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીગ હોવાથી લાંચ પેટે 1,00,000 રૂપિયાની રકમ માગવામાં આવી હતી. આ કામના આરોપી પ્રતિક એમ.અમીન(રીડર PSI)એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 1,00,000ની લાંચની માંગણી કરી, જે પૈકી રૂપિયા 50,000 પહેલા અને બાકીના રૂપિયા 50,000 આવતા અઠવાડીયે સ્વીકારી તેમજ આરોપી પ્રવિણકુમાર જીવરાજભાઇ મકવાણા (સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર) તે દરમિયાન ACB બોર્ડર એકમ સુરતના એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, ACB સુરત માર્ગદર્શન હેઠળ નવસારીના ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે.કામળીયાએ છટકું ગોઠવ્યું હતું.
લાંચ લેતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે
તાપી પોલીસમાં જ પ્રવિણકુમાર જીવરાજભાઇ મકવાણા (સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર)ના કહેવાથી પ્રતિક એમ. અમીન(રીડર PSI) 50,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.