ETV Bharat / city

સુરતમાં તળાવમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીઓના કરૂણ મોત - સુરતમાં વિદ્યાર્થીોના મોત

સુરત: વેસુ સ્થિત સિટીલાઈટ વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જતા વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. પરિવારને જાણ કર્યા વગર ચાર મિત્રો સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મનપાના તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાંથી એક બાળકનું લપસી જતા મોત થયું છે. જ્યારે બીજા વિદ્યાર્થીએ તેનો હાથ પકડ્યો હોવાથી તે પણ લપસી પડ્યો અને તેનું પણ મોત થયું છે.

surat
સુરતમાં તળાવમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના કરૂણ મોત
author img

By

Published : Nov 30, 2019, 9:35 PM IST

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે પહેલાં જ તેમની સાથે કરૂણ ઘટના બની હતી. 15 વર્ષીય કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે સિટીલાઇટ વિસ્તારમાં આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન કિશનનો પગ લપસી ગયો હતો અને પોતાને સહારો મેળવવા માટે તેને રાહુલનો હાથ પકડ્યો હતો. આમ બંને તળાવમાં પડી ગયા હતાં. બંનેના તળાવમાં ડુબવાથી મોત થયા છે.

સુરતમાં તળાવમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના કરૂણ મોત

કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે પરિવારે જાણ કર્યા વગર જ તળાવમાં ન્હાવા ગયા હતા. કિશન મૂળ ઓડિશાનો રહેવાસી છે. આ ઘટનાથી પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતું.

Intro:સુરત : વેસુ સ્થિત સીટીલાઈટ વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જતા ધોરણ દસના બે  વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યાં છે. પરિવાર ની જાણકારી બહાર ચાર મિત્રો સુરત સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મનપાના તળાવમાં ન્હાવા ગયા હતા. જેમાંથી એક બાળકનું લપસી જતાં તેને બીજા મિત્ર નો હાથ પકડ્યું હતું અને ત્યારે આ દુર્ઘટના બની હતી.. બંને બાળકોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. આશાસ્પદ વિદ્યાર્થીઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડયું હતું.

Body:સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માર્ચ મહિનામાં  પરીક્ષા આપે તે પહેલાં કરૂણ ઘટના તેમની સાથે બની હતી .૧૫ વર્ષીય કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે સિટીલાઇટ વિસ્તારમાં આવેલા તળાવમાં નહાવા ગયા હતા. તે દરમિયાન કિસન નો પગ લપસી ગયો હતો અને પોતાને સહારો મેળવવા માટે તેને રાહુલનો હાથ પકડ્યો હતો. જ્યાં બંને તળાવમાં પડી હતા સ્નેન ડૂબીને તેમનું મોત નિપજ્યું હતું.. કિશન અને રાહુલ પોતાના બે મિત્રો સાથે પરિવાર ની જાણકારી બહાર  તળાવમાં નહાવા ચાલ્યા ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી..કિશન મૂળ ઓરિસ્સાના નો રહેવાસી છે અને દસ વર્ષ અગાઉ જ તેમના પિતા નું મોત નિપજયું હતું..માં ઘરકામ અને ભાઈ સંચા કારખાનામાં કામ કરી રહ્યા હતા કે કિશન નું ભણતર સારું થાય... Conclusion:પરંતુ તળાવમાં ડૂબી જતાં કિશન નું મોત નિપજ્યું છે.જેથી પરિવાર પર જાણે આભ તૂટી પડયું છે .બંને પરિવારો બાળકોના  મૃતદેહને જોઈ હૈયાફાટ રુદન કર્યું હતું.ઘટના અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

બાઈટ : એ. કે.કુંભાન (PSI ઉમરા પોલીસ મથક)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.