- ગુજરાત સ્ટેટ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સુરતની 2 બહેનો ઝળકી
- કેયા શાહે જીત્યો ગોલ્ડ મેડલ, કૃપા શાહે સિલ્વર મેડલ પર કર્યો કબજો
- બંને બહેનો આગામી ઓલ ઇન્ડિયા શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લેશે
સુરત: અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપ (Gujarat State Pistol Shooting Championship)નું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સુરતની 2 બહેનોએ પણ આ ચેમ્પિયનશિપ (Championship)માં ભાગ લીધો હતો. તેમાં આ બંને બહેનોએ ખુબ જ સરસ પ્રદર્શન કરીને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું હતું.
સુરતની 2 બહેનોએ મારી બાજી
અમદાવાદ ખાતે થોડા દિવસ પહેલા 57મી ગુજરાત સ્ટેટ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં રાજ્યના અનેક શહેરો તથા જિલ્લાઓમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં સુરતની 2 બહેનોએ ખુબ જ સરસ પ્રદર્શન કરીને એક બહેને 4 મેડલ તથા બીજી બહેને 2 મેડલ મેળવી ચેમ્પિયનશિપમાં સુરતનું નામ રોશન કર્યું હતું.
10 મીટર એર પિસ્તોલની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ
ગુજરાતના અમદાવાદ ખાતે થોડા દિવસ પહેલા 57મી ગુજરાત સ્ટેટ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સુરતની 2 બહેનોએ કુલ 6 મેડલ મેળવ્યા હતા. તેમાં એક બહેન કૃપા શાહે 25 મીટર પોઈન્ટ ટુ-ટુ સ્પોર્ટ્સ પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો છે, તથા 10 મીટર એર પિસ્તોલની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આગામી આવનારી ઓલ ઇન્ડિયા શૂટિંગ કોમ્પિટિશન માટે કૃપા શાહની પસંદગી થઇ છે. જેમાં તેઓ નેશનલ લેવલ ઉપર શૂટિંગમાં ભાગ લેશે.
કેયા શાહે ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદ ખાતે આયોજિત થયેલી 57મી ગુજરાત સ્ટેટ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કેયા શાહે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કેયા શાહ હાલમાં શહેરની એમ.જી. મહેશ્વરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમણે 25 મીટર પોઈન્ટ ટુ-ટુ સ્પોર્ટ્સ પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તથા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ, એર પિસ્તોલ જુનિયર ટીમમાં બ્રોન્ઝ મેડલ, તેમજ યુથ લેવલમાં સિલ્વર મેડલ એમ કુલ 4 મેડલ જીતીને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. કેયા શાહે કુલ 400 પોઇન્ટમાંથી 357 પોઇન્ટ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આગામી ઓલ ઇન્ડિયા શૂટિંગ કોમ્પિટિશન માટે કેયા શાહની પસંદગી થઇ છે જેમાં તેઓ નેશનલ લેવલ શૂટિંગમાં ભાગ લેશે.
આ પણ વાંચો: પ્રેમમાં પાગલ યુવાન પરીવાર માટે રાક્ષસ બન્યો, બાપનું ગળુ દબાવી બે ભત્રીજાઓને ત્રીજા માળેથી નીચે ફેંક્યા
આ પણ વાંચો: સુરતમાં નિલેશકુમાર બોડાવાળાએ કરી અનોખી રીતે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી