ETV Bharat / city

સુરતમાં બે સગા ભાઈઓ પૈકી મોટાભાઈએ 15 વખત, તો નાનાભાઈએ 7 વખત પ્લાઝમા ડોનેટ કર્યા - Plazma Donation by two brothers

કોરોનાની પ્રથમ લહેરથી જ કોરોનામુક્ત થનારા સુરતીઓ પ્લાઝમા ડોનેટ કરવામાં અગ્રેસર રહ્યા છે. યુવાવર્ગ પણ કોરોનામુક્ત થયા બાદ પ્લાઝમા ડોનેટ કરીને અન્યને પણ જાગૃત્ત કરવામાં યોગદાન આપી રહ્યાં છે. ત્યારે વરાછાના રવાણી પરિવારના બે સગા ભાઈઓએ સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે.

સુરતમાં બે સગા ભાઈઓ પૈકી મોટાભાઈએ 15 વખત, તો નાનાભાઈએ 7 વખત પ્લાઝમા ડોનેટ કર્યા

author img

By

Published : Apr 27, 2021, 10:50 PM IST

  • કોરોનાથી રિકવર થયા બાદ સૌ કોઈ કરી શકે છે પ્લાઝમા ડોનેશન
  • બે ભાઈઓ પૈકી મોટા ભાઈએ 15 વખત કર્યું છે પ્લાઝમા ડોનેશન
  • નાના ભાઈએ મોટા ભાઈથી પ્રેરાઈને 7 વખત કર્યું પ્લાઝમા ડોનેશન

સુરત: મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના વતની અને હાલ વરાછાના લંબેહનુમાન રોડ સ્થિત નિલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ રવાણીના બે પુત્રો જયદિપ અને અમિતે પ્લાઝમા દાન કર્યા બાદ હજું આગળ પણ શક્ય હોય ત્યાં સુધી શરીરમાં એન્ટીબોડી બનશે ત્યાં સુધી પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કર્યો છે. બે ભાઈઓમાંથી 28 વર્ષીય જયદિપે અત્યાર સુધી 15 વખત અને નાનાભાઈ અમિતે 7 વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે.

10 મિનિટમાં રૂટિન કામ શરૂ કર્યું

બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા જયદિપભાઈએ જણાવ્યું કે, ગત વર્ષે પ્રથમ ફેઝમાં 26 જૂનના રોજ પોઝિટિવ આવ્યો હતો અને મે વોટ્સએપ સ્ટેટ્સમાં વાચ્યું હતું કે પ્લાઝમા ડોનેટ કરવાથી બે કોરોનાગ્રસ્ત દર્દીનું જીવન બચાવી શકાય છે. એટલે 29 દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. અહીંના સ્ટાફનો મૃદુ સ્વભાવ અને સૌમ્ય વર્તન જોઈને મેં નક્કી કર્યું કે, સ્મીમેર પ્લાઝમા બેંકના કર્મીઓ અન્ય જરૂરિયાતમંદોને સેવાના ભાવથી મદદરૂપ થઈ રહ્યાં છે. એ જ રીતે હું પણ શક્ય હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરતો રહીશ. પ્લાઝમા આપવાથી આપણા શરીરમાંથી કંઈ ગુમાવવાનું રહેતું નથી, પરંતુ કોઈને મદદ કર્યાનો આત્મસંતોષ મળે છે. પ્લાઝમા આપ્યાના 10 મિનિટમાં જ મેં રૂટિન કામ શરૂ કર્યું હતું.

25 યુનિટ પ્લાઝમાં ઈશ્યૂ કરવામાં આવે

25 વર્ષિય અમિત ગણેશભાઈ રવાણી આર્કિટેક્ટ છે. તેઓ જણાવે છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં પોઝિટિવ આવ્યો, પરંતુ ક્રિટીકલ લક્ષણો ન હોવાથી હોમ આઈસોલેટ રહીને સારવાર લીધી હતી. મારા મોટા ભાઈની પ્રેરણાથી હું પણ પ્લાઝમા ડોનેટ કરૂ છું. આજે 7મી વખત પ્લાઝમા ડોનેટ કરું છું. આ માટે મારા પરિવારનો પણ ખૂબ સહયોગ અને પ્રોત્સાહન રહ્યું છે. નોંધનીય છે કે, સુરતની મ.ન.પા. સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન 22થી 25 યુનિટ પ્લાઝમા ઈશ્યૂ કરવામાં આવે છે અને પ્રતિદિન 12થી 15 ડોનરનું પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.