- સુરતનાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ અપાઈ
- કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અપાઈ
- ઉર્વશીને ન્યાય આપો જેવા પોસ્ટરો જોવા મળ્યા
સુરત: શહેરનાં વેસુ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ઉર્વશી ચૌધરીને સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને મોટી ઉમરના લોકો જોડાયા હતા અને સાથે સુરત કોંગ્રેસનાં આગેવાનો પણ જોડાયા હતા. તેમણે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોનાં હાથમાં અતુલ વેકરીયાનું ભાજપ સાથે ઇલુ ઇલુ છે એટલે પોલીસનું વલણ ઢીલું છે. જેવા પોસ્ટરો જોવા મળ્યાં હતા. પોસ્ટરોમાં અતુલ વેકરીયા અને સી. આર. પાટીલ અને હર્ષ સંઘવીના પોસ્ટરો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : બારડોલી હિટ એન્ડ રનની ઘટનામાં ભાજપ અગ્રણીના પુત્ર સામે નોંધાઇ ફરિયાદ
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે.
સુરતના વેસુ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ઉર્વશી ચૌધરીને સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરત શહેર કોગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે, માનનીય પાટીલ સાહેબ પોલીસના એટલા અનુભવી છે કે સમજાતું નથી કે અકસ્માતમાં સામાન્ય ગુનો નોંધે છે. જ્યારે જે વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય અને તે પણ નશો કરીને વાહન ચલાવીને આ અકસ્માત કર્યો હોય તો આ દીકરીનો હત્યાનો ગુનો નોંધાવવો જોઈએ. તો હજી સુધી IPCમાં હત્યાનો ગુનો કેમ નથી નોંધ્યો. IPCમાં હત્યાનો ગુનો નોંધી જામીન આપ્યાં જ નહીં અમને પોલીસ તંત્ર ઉપર ખુબ જ આશ્ચર્ય થાય તેમનું અહીં નાકા ઉપર જ અવસાન થયું હતું. જેથી કેન્ડલ માર્ચ દ્વારા દીકરીને શ્રદ્ધાંજલિ આપી છે.
ન્યાય માટે હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ પણ જઈશું : શહેર કોગ્રેસ પ્રમુખ
પ્રમુખે વધુમાં એમ જણાવ્યું કે, હાલ અતુલ વેકરીયા ભૂગર્ભમાં જતો રહ્યો છે. તે પોલીસના સહકાર હોય તો જ કોઈ ભૂગર્ભમાં જાય એ તો બહુ જ સીધીસાદી વાત છે અને એમને આ અકસ્માત કર્યો તો પોલીસે તરત જ કાર્યવાહી કરીને બિનજામીન પાત્ર ગુનો નોંધીને એમને સીધું જામીન અપાય જ નહીં. એમની ધરપકડ જ કરવી પડે, ભૂગર્ભમાં મોકલી દેવા એ કઈ રીતે ચાલે. આ દીકરીના તમામ પરિવારજનોને હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ ન્યાય માટે જવા સિવાય તો કોઈ રસ્તો નથી. અમે કોઈ હિંસામાં માનતા નથી અને જે હિંસામાં માનતા હોય તેને પોલીસ પ્રોત્સાહન આપતી હોય છે. અમે દીકરીને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ જઈશું અને આંદોલન કરીશું.
આ પણ વાંચો : પાલનપુરમાં બની હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત, એક ઇજાગ્રસ્ત
મહિલાઓએ આપી ધરણા પર બેસવાની ચીમકી
ઉર્વશી ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા આવેલી મેઘના પટેલે જણાવ્યું કે, "કેન્ડલ માર્ચ એના માટે કરીયે છીએ કે જે આ ઘટના ઘટી છે. જેમાં દારૂ પીને સુરત શહેરના પ્રજાને આવી રીતના કૂંચી કાઢવામાં આવી અને આ એક છોકરી એમાં મૃત્યુ પામી છે. જેને હજુ દુનિયા જોવાની બાકી હતી અને બીજા અન્ય લોકો અત્યારે હોસ્પિટલમાં પણ છે. આ ઘટના થયા પછી પણ અધિકારીઓમાં સાથ સહકાર આપી તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો છે. એમાં જે પણ અધિકારીઓ જોડાયા છે. તે લોકો સામે પણ અમારા દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન આપવાના છીએ. સી. પી. સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે ઉમરા PI અને PSI જેમના હાથમાં આ કેસ હતો. તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને સસ્પેન્ડ નહિ કરે તો અમે બધી મહિલાઓ સોમવારથી ઉમરા પોલીસ સ્ટેશનની બહાર ધરણાં ઉપર બેસવા તૈયાર છીએ.