ETV Bharat / city

પંડાલમાં જોવા મળ્યો પર્યાવરણ પ્રેમ, પ્રસાદ રૂપે છોડવાનું વિતરણ

author img

By

Published : Sep 6, 2022, 2:14 PM IST

Updated : Sep 6, 2022, 4:50 PM IST

સુરતમાં ઉદ્યોગપતિ વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી 'ટ્રી ગણેશા' તરીકે ગણેશ ઊત્સવ ઉજવી રહ્યા છે. તેમનુ મુખ્ય લક્ષ્ય આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાનુ છે, તેેે માટે ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે. tree ganesh of surat, saplings are given in prasad

સુરતના ટ્રી ગણેશ જ્યા પ્રસાદમાં અપાય છે રોપા!

સુરત- જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી 'ટ્રી ગણેશા' નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે,(tree ganesh of surat) જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ 'અમૃતકાલ'ના પ્રકલ્પ સાથે 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ'ની થીમ પર 'ટ્રી ગણેશા'નું આયોજન કર્યું છે. આ ગણેશ મહોત્સવની ખાસિયત એ છે કે અહીં દર્શનાર્થીઓને પ્રસાદની સાથે એક એક રોપાનો પણ પ્રસાદ આપવામાં આવે છે.

સુરતના ટ્રી ગણેશ જ્યા પ્રસાદમાં અપાય છે રોપા

સ્વચ્છ અને સશક્ત પર્યાવરણ- 'ટ્રી ગણેશા' ગુજરાતનો એક એવો ગણેશ મહોત્સવ છે, જેની સાથે ગુજરાતનું વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે સંકળાયેલા છે. તેમના આ પ્રકલ્પ વિશે તેમણે જણાવ્યું હતું કે, 'અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે જેમ આઝાદીના 75મા વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે તેમ 2047મા દેશ સો વર્ષનો‌ થશે ત્યારે આપણા અથાગ પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે આપણે સૌએ સજ્જ અને સજાગ થવું પડશે, અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ અમે 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ'ની થીમ રાખી છે.'

હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ- ઉલ્લેખનીય છે કે સુરતભરની અનેક સ્કૂલો અને કૉલેજો 'ટ્રી ગણેશા'ની મુલાકાત લઈ રહી છે, અને વિદ્યાર્થીઓ 'પર્યાવરણ સેનાની' બનીને ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણ‌ માટે સજ્જ થઈ રહ્યાં છે. આ‌ ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે. તેમજ આખા વર્ષ દરમિયાન વિવિધ શાળાઓ અને કૉલેજોમાં 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ' અંતર્ગત જાગૃતિ અભિયાનો ચલાવાશે. તેમજ અનેક અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે.

Last Updated : Sep 6, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.