ETV Bharat / city

સુરતઃ કાપડ ઉદ્યોગના વેપારીઓની કેન્દ્રીય બજેટને લઇને આશા-અપેક્ષા

કોરોના કાળમાં મરણ પામેલા ઉદ્યોગોને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને ત્યારબાદ કોરોના કાળને કારણે ખૂબ જ અસરગ્રસ્ત થયો છે. જેથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે.

ETV BHARAT
કાપડ ઉદ્યોગના વેપારીઓની કેન્દ્રીય બજેટને લઇને આશા-અપેક્ષા
author img

By

Published : Jan 28, 2021, 8:04 PM IST

Updated : Jan 28, 2021, 8:36 PM IST

  • કાપડ ઉદ્યોગોને કેન્દ્રીય બજેટથી ઘણી આશા
  • ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને કોરોનાને કારણે અસરગ્રસ્ત
  • બજેટથી વેપારીઓને ઘણી અપેક્ષા
    કાપડ ઉદ્યોગના વેપારીઓની કેન્દ્રીય બજેટને લઇને આશા-અપેક્ષા

સુરત: કોરોના કાળમાં મરણ પામેલા ઉદ્યોગોને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને ત્યારબાદ કોરોના કાળને કારણે ખૂબ જ અસરગ્રસ્ત થયો છે. જેથી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે.

5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામાં આવે

સુરત ફેડરેશન ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ( ફોસ્ટા)ના પ્રમુખ રંગનાથ શારદાએ ETVBharatને બજેટની અપેક્ષાઓને લઈ જણાવ્યું હતું કે, બજેટથી વેપારીઓને હંમેશા અપેક્ષાઓ હોય છે. આ વખતે કોરોના કાળના કારણે વેપાર ઉપર ખાસી અસર પડી છે. હાલ ઉદ્યોગ જેમ તેમ કરી માત્ર 60 ટકા જ ટ્રેક પર આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર પાસે 2 પ્રકારની અપેક્ષાઓ છે, 1 ઇન્કમટેક્ષ અને 2 GST. જેથી વેપારીઓ ઈચ્છે છે કે 5 લાખની આવકને ટેક્સ ફ્રી રાખવામા આવે. આ સાથે જ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આમાં ફેરબદલ કરવામાં ન આવે અને 5થી 10 લાખની આવક વાળાઓને 10 ટકાની રેન્જમાં રાખવા આવે. જેના કારણે રૂપિયા માર્કેટમાં આવશે અને ફ્લો વધશે. જો 5થી 10 લાખ સુધીમાં હેવી ટેક્સ રહેશે તો વેપારી પોતાની રકમ જુદી-જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે.

યાર્ન પર 12 ટકા GST

વધુમાં તેમણે કેન્દ્રીય બજેટમાં 5 ટકા જ GST રાખવા માગ કરી છે. આ સાથે જ યાર્નમાં જે વિવિધ પ્રકારના GST ટેક્સ છે, તે તમામને 1 પ્રકારના ટેક્સમાં લાવવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યાર્નમાં અત્યારે 12 ટકા GST છે. જેથી વેપારીઓએ આ ટેક્સને પણ 5 ટકા કરવા અંગે કહ્યું છે. આ સાથે જ વેપારીઓએ જણાવ્યું કે, તેમનું સિન્થેટિક કાપડની બાંગ્લાદેશમાં નિકાસ થાય છે. જેથી ગારમેન્ટ હબને પ્રાત્સાહન આપવું જોઈએ. આવું કરવાથી કોરોના કાળમં થયેલું નુકસાન કવર કરી શકાશે.

એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવી જોઈએ

વેપારીઓએ જણાવ્યું કે, જે ITC-04 રિટર્ન છે, તેને કાપડ ઉદ્યોગથી નાબૂદ કરવાની જરૂર છે. ખાસ કરીને બાંગ્લાદેશ અને વિયેતનામ સાથે ફ્રી ટ્રેડની સંધિના કારણે કાપડ ડમ્પિંગ થઈને ચાઇનાના માધ્યમથી ભારતમાં આવે છે. જેની ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવવી જોઈએ. જો તેની પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગશે, તો જે સ્પિનર્સ નફા ખોરી મેળવી રહ્યા છે તે મેળવી શકશે નહીં.

સુરતને મોટું ટેક્સટાઇલ હબ બનાવમાં આવે

અન્ય વેપારી શ્રી કૃષ્ણ બંકાએ જણાવ્યું હતું કે જ્યારે પણ બજેટ આવે છે, ત્યારે વેપારી વિચારે છે કે તેમને ઘણી રાહત મળશે. કોરોનાના કારણે વેપારીઓએ ખૂબ માર ખાધો છે. જેથી વેપારીઓને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ સાથે જ આ વેપારીએ સુરતને મોટું ટેક્સટાઇલ હબ બનાવવાની માગ કરી છે.

વધારાનો ટેક્સ કાપડ ઉદ્યોગ પર મૂકવામાં ન આવે

આ અંગે વેપારી દિનેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે બજેટથી હંમેશા વેપારીઓને આશા રહી છે, પરંતુ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ હંમેશા બજેટથી નિરાશ રહ્યા છે. ગત 10 વર્ષની વાત કરવામાં આવે તો સુરત કાપડ માર્કેટને ક્યારેય પણ કોઈ લાભ મળ્યો નથી. જે પરિસ્થિતિ કોવિડ-19ના કારણે સર્જાઈ છે, તેને ધ્યાનમાં રાખીને કાપડ ઉદ્યોગ પર વધારાનો ટેક્સ નાખવો જોઈએ નહીં.

Last Updated : Jan 28, 2021, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.