- લગ્નસરાની સિઝનમાં દેશભરનાં લોકો કાપડની ખરીદી માટે આવે છે સુરત
- 800 રૂપિયાથી લઈને 1 લાખથી વધુ રૂપિયાનાં લહંગા તૈયાર કરાય છે
- લગ્નની સીઝન દરમિયાન 5000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન
સુરત: એશિયાનો સૌથી મોટો ટેક્સટાઇલ(Textile industry) હબ એટલે સુરત છે. ત્યારે લગ્નસરાની સિઝન(beginning of the wedding season)માં દેશભરનાં લોકો કાપડની ખરીદી કરવાં માટે આવતા હોય છે. આખા વર્ષ દરમિયાન લગ્નસરાની સિઝનમાં ટેક્સટાઇલ ઉદ્યોગ(Textile industry) કરોડો રૂપિયાનો વેપાર કરતો હોય છે. આ અંગે સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન(Surat Federation of Textile Traders Association)ના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કાપડ ઉદ્યોગમાં ખરીદી નહીવત બની હતી. પરંતુ દિવાળી પહેલા આ વર્ષે ખરીદીમાં તેજી જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા છે તેમજ અગત્યની વાત કરવામાં આવે તો લગ્નની સીઝન શરૂ થઈ ગઇ છે જે જૂન-જુલાઈ સુધી ચાલશે તેમાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ 18થી 20 હજાર કરોડનો વેપાર કરતું હોય છે પરંતુ આવનારા ત્રણ મહિનામાં લગ્નની સિઝનમાં ઉદ્યોગમાં 5,000 કરોડથી વધુનો વેપાર થશે.
શું છે લહંગાનાં ભાવ જાણો
લગ્નસરાની સિઝનમાં સુરતમાં સૌથી વધુ લહંગા(દુલ્હનાં વસ્ત્રો)ની ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરતમાં 800 રૂપિયાથી લઈને 1 લાખથી વધુ રૂપિયાના લહંગા તૈયાર થાય છે. પરંતુ હાલ 15 થી લઇને 30 હજાર સુધીનાં લેંઘાની ડિમાન્ડ સૌથી વધારે છે. તેમજ 1,000 રૂપિયાથી વધુ મોંઘી સાડીઓની ડિમાન્ડ પણ નીકળી છે. યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત દેશનાં અન્ય રાજ્યોમાં લગ્ન પ્રસંગો લાખોની સંખ્યામાં યોજાવાનાં છે.
આ પણ જાણો : હિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...
આ પણ જાણો : Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી