ETV Bharat / city

World Heart Day : યુએઈ, યુક્રેન અને રશિયા સહિત ભારતના અન્ય શહેરોમાં ધબકે છે 36 સુરતીઓના હૃદય - Nilesh Mandlewala, President of Donate Life

આજે વિશ્વ હૃદય દિવસ છે. હૃદયનું ધબકતું રહેવું એ માનવજીવન માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ અનેક કિસ્સાઓમાં હાર્ટફેલ્યર જેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત શહેર દાન કરવામાં મોખરે છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 47 જેટલા હ્રદય દાનના કિસ્સાઓ બન્યા છે. જેમાંથી સૌથી વધુ 36 જેટલા હૃદય દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી દાન કરવામાં આવ્યા છે. સુરતથી ત્રણ વિજય એવા છે કે જે રશિયા, યુક્રેન અને યુએઇના નાગરિકોમાં ધબકી રહ્યા છે.

World Heart Day
World Heart Day
author img

By

Published : Sep 29, 2021, 7:03 AM IST

  • ગુજરાતમાં અત્યારસુધીમાં 47 જેટલા હ્રદય દાનના કિસ્સાઓ બન્યા
  • 36 જેટલા હૃદયદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતથી દાન કરવવામાં આવ્યા છે
  • વર્ષ 2005થી ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી

સુરત : વિશ્વ હાર્ટ ફેડરેશન દ્વારા દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે. જેથી રોગ અંગેની માહિતી લોકોને થાય અને લોકો જાગૃત થઈ શકે. હૃદયની બીમારી હાલના દિવસોમાં વધારે જોવા મળે છે. અનેક કિસ્સાઓમાં રોગીનું હૃદય ટ્રાન્સપોર્ટ કરવાની નોબત પણ આવે છે. આવા રોગીઓની મદદ એવા પરિવાર કરે છે જેમના સ્વજન બ્રાન્ડેડ થયા હોય અને તેમના હૃદયનું તેઓ દાન કરી કોઇને નવજીવન આપે છે.

આજે વિશ્વ હૃદય દિવસ
આજે વિશ્વ હૃદય દિવસ

સુરતમાંથી ગુજરાતના સૌથી વધુ હૃદય દાન થયા છે

વર્ષ 2005થી ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ હતી. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 47 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાંથી સૌથી વધુ હૃદય દાનના બનાવ સુરતમાં બન્યા છે. જે માટે તેઓ સુરતની ડોનેટ લાઈફ સંસ્થામાં જાય છે. આ સંસ્થા બ્રેન્ડેડ વ્યક્તિના પરિવારને કાઉન્સલીંગ કરી તેમને ઓર્ગન ડોનેશન મહત્ત્વ સમજાવે છે. તેમના કાઉન્સલીંગના કારણે પરિવાર સ્વજનના ઓર્ગન ડોનેટ કરવા માટે તૈયાર થતા હોય છે. આ જ કારણ છે કે, સુરતમાંથી ગુજરાતના સૌથી વધુ હૃદય દાન થયા છે.

આજે વિશ્વ હૃદય દિવસ
આજે વિશ્વ હૃદય દિવસ

સૌથી નાની ઉંમરના બાળકના હૃદય ટ્રાન્સપાલન્ટની સૌ પ્રથમ ઘટના

ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, દાન કરવામાં આવેલા હૃદયમાંથી 22 મુંબઈ, 7 અમદાવાદ, 5 ચેન્નાઈ,1 ઇન્દોર અને 1 દિલ્હીની હોસ્પિટલમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. સુરતમાંથી જે હૃદય દાન કરવામાં આવ્યા છે, એમાંથી એક 14 માસના બાળકનું હૃદય મુંબઈની એક સાડા ત્રણ વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. વર્ષ 2017માં જે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, એ પશ્ચિમ ભારતમાં સૌથી નાની ઉંમરના બાળકને અંગદાન અને સૌથી નાની ઉંમરના બાળકના હૃદય ટ્રાન્સપાલન્ટની સૌ પ્રથમ ઘટના હતી.

આજે વિશ્વ હૃદય દિવસ

2020માં જશ નામના એક અઢી વર્ષના બાળકના અંગદાન કરાયા હતા

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન આખા દેશમાં જ્યારે ઓર્ગન ડોનેશનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેવા સમયે પણ સુરતથી અમારી સંસ્થાના માધ્યમથી અંગદાન ક્ષેત્રમાં ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે. 2020માં જશ સંજીવ ઓઝા નામના એક અઢી વર્ષના બાળકના અંગદાન કરવામાં આવ્યા હતા. એ ઘટના આખા દેશમાં સૌથી નાની ઉંમરના બાળકના અંગ દાનની મલ્ટીપલ ઓર્ગન ડોનેશનને સૌ પ્રથમ ઘટના હતી અને આ જશનું હૃદય ચેન્નાઈની હોસ્પિટલમાં એક ચાર વર્ષના રશિયાના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

આજે વિશ્વ હૃદય દિવસ
આજે વિશ્વ હૃદય દિવસ

ત્રણેય દેશો વચ્ચે એક નવો સંબંધ બંધાયો છે અને એનું નામ છે 'માનવતા'

સુરતમાંથી દાનમાં કરવામાં આવેલા હૃદય યુએઇ, યુક્રેન અને રશિયાના નાગરિકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. એટલે આપણે કહી શકીએ કે, આપણા સુરતના ત્રણ હૃદય યુએઈ, યુક્રેન અને રશિયામાં ધડકી રહ્યા છે અને આપણો દેશ ભારત અને આ ત્રણેય દેશો વચ્ચે એક નવો સંબંધ બંધાયો છે અને એનું નામ છે 'માનવતા'.

આજે વિશ્વ હૃદય દિવસ
આજે વિશ્વ હૃદય દિવસ

રહેણી-કરણીના કારણે સમાજમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે

માંડલેવાલાએ કહ્યું હતું કે,આજના દિવસે મારી લોકોને નમ્ર અપીલ પણ છે કે, આજે આપણી રહેણી-કરણીના કારણે સમાજમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે, તો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે રોજ અડધો કલાક વોકિંગ, સાઇકલિંગ, યોગા કરીએ અને આપણા આહારમાં ફળ અને સલાડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. ખાસ કરીને જે ચરબી યુક્ત ખોરાક છે તે ખાવાનું ઓછું કરીને આપણા હૃદયને સ્વસ્થ બનાવીએ.

આ પણ વાંચો- વર્લ્ડ હાર્ટ ડે 2020

આ પણ વાંચો- દરરોજ 30 મિનિટનું હાસ્ય હૃદયની બીમારી ભગાડશે: હૃદય રોગના નિષ્ણાત ડો. ધીરેન શાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.