ETV Bharat / city

એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે - masters in mathe

ગણિતનો વિષય બધા માટે ખૂબ અઘરો હોય છે અને તેની ગણતરીમાં ભલભલા લોકો ગોટાળા કરી નાખતા હોય છે. ત્યારે સુરતના એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે. આ ત્રણેય બાળકોનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. મહત્વની વાત એ છે કે આ બાળકો માત્ર સાત વર્ષની ઉંમરના છે અને મોટી મોટી ગણતરી આંખના પલકારામાં આંગળીના ટેરવે કરી નાંખે છે.

એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે

author img

By

Published : Nov 13, 2020, 11:04 PM IST

  • સુરતના એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં છે માસ્ટર
  • ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે છે
  • ત્રણેય બાળકોનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું

સુરતઃ મૂળ રાજસ્થાનના અને સુરતમાં સ્થાયી થયેલા રહેતા એક જ પરિવારના ત્રણ બાળકોએ જે કરામત કરી બતાવી છે તે સાંભળીને ભલભલા આશ્ચર્યમાં મૂકાઈ જશે. ગણિત વિષયની મોટી ગણતરીઓ કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડતો હોય છે. ત્યારે સુરતના ભવ્ય મહેતા, આરુષ મહેતા અને કનિકા મહેતાએ ગણતરીમાં એવી માસ્ટરી મેળવી છે કે ત્રણેય બાળકો આંગળીના ટેરવે યાદશક્તિની મદદથી એક જ મિનિટમાં 100 દાખલા કે મોટા આંકડાનો સરવાળો કરી શકે છે.

એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે
એક જ પરિવારના ત્રણ બાળકો ગણિતમાં એવા માસ્ટર છે કે ભલ ભલા ગણિત વિશેષજ્ઞોને હંફાવી નાખે

આરૂષ મહેતાએ ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું

ધોરણ 2માં અભ્યાસ કરતા 7 વર્ષના આરૂષ મહેતાએ ગણિતમાં 3 અંક × 1 અંકના 100 ગુણાકાર 4 મિનિટ અને 18 સેકન્ડમાં કરી આપવા માટે ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું છે. તેણે 0.1 સેકન્ડની સ્પીડમાં લાઈવ 3 અંક x 1 અંક એવા 100 ગુણાકાર કરી 4 મિનિટ અને 18 સેકન્ડમાં ઉત્તર આપ્યો હતો. ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં ચાઈલ્ડ કેટેગરીમાં આ રેકોર્ડ બનાવનાર આરૂષ પ્રથમ રેકોર્ડ હોલ્ડર બન્યો છે.

કનિકાએ 100 આંકડાનો સરવાળો એક જ મિનિટમાં કર્યો

આજ કેટેગરીમાં ભવ્ય મહેતાએ પણ 3 અંક × 1 અંક એવા ગુણાકાર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આવી જ રીતે માત્ર સાત વર્ષની કનિકાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. કનિકાએ 100 આંકડાનો સરવાળો એક જ મિનિટમાં કર્યો છે. કનિકાની માતા 100 આંકડા બોલે છે, તેનો કુલ સરવાળો કનિકા કરી સાચો જવાબ આપે છે.

લાંબી ગણતરીઓ માટેના આંકડાઓ તેમને યાદ રહી જાય છે

ત્રણેયની આ સિદ્ધિ પાછળ પરિવારની સાથે સાથે તેમને કોચિંગ આપનાર દીપેશ સરનો પણ મોટો હાથ છે. કારણ કે બાળકો આવા સરવાળા અને ગુણાકારમાં અનેક વખત ભૂલો કરતા હોય છે, પરંતુ તેમની માતા સતત તેમને પ્રેક્ટિસ કરાવે છે, જેને કારણે લાંબી ગણતરીઓ માટેના આંકડાઓ તેમને યાદ રહી જાય છે. ત્રણેય બાળકોએ આ રેકોર્ડ હાંસલ કરવા કલાકોની મહેનત કરીને આ અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.