ETV Bharat / city

Theft of Rs 1 crore: પિતાનું દેવું ઉતારવા માટે બે ભાઈઓએ સુરતમાં 1 crore રૂપિયાની ચોરી કરી, મધ્યપ્રદેશથી ઝડપાયાં

ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં આવેલ વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપનીમાંથી 1 કરોડ રોકડ મતા ચોરી (Theft of Rs 1 crore) કરનાર બે સગા ભાઇઓને મધ્યપ્રદેશ ખાતેથી રોકડ રૂપિયા સાથે ઝડપી સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. બંને સગા ભાઇઓએ પિતા ઉપર પાંચ લાખના દેવું ઉતારવા માટે ચોરી કરી હતી. સાથે ચોરોએ જણાવ્યું હતું કે બે બહેનોના ભણતર માટે પણ તેઓએ આ કાવતરું રચ્યું હતું.

Theft of Rs 1 crore: પિતાનું દેવું ઉતારવા માટે બે ભાઈઓએ સુરતમાં 1 crore રૂપિયાની ચોરી કરી, મધ્યપ્રદેશથી ઝડપાયાં
Theft of Rs 1 crore: પિતાનું દેવું ઉતારવા માટે બે ભાઈઓએ સુરતમાં 1 crore રૂપિયાની ચોરી કરી, મધ્યપ્રદેશથી ઝડપાયાં
author img

By

Published : Oct 20, 2021, 8:37 PM IST

  • વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપનીમાંથી 1 કરોડ રોકડ મતાની ચોરીનો મામલો
  • બે સગા ભાઇઓની મધ્યપ્રદેશથી ધરપકડ
  • પિતા ઉપરનું પાંચ લાખનું દેવું ઉતારવા માટે ચોરી કરી હતી
  • બે બહેનોના ભણતર માટે પણ તેઓએ આ કાવતરું રચ્યું

સુરત : 11 ઓક્ટોબરના રોજ ન્યુ સીટીલાઈટ વિસ્તારમાં આવેલ વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપનીમાંથી 1 કરોડ રોકડ મતાની ચોરી થઈ હતી. ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. બે ચોર મોઢા પર માસ્ક લગાવીને ઓફિસમાં એન્ટ્રી કરતા નજરે ચડ્યા હતાં અને એક કરોડ રૂપિયાની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. પોલીસે સમગ્ર મામલે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી બાતમી તથા ટેકનીકલ વર્કઆઉટના આધારે ક્રાઇમબ્રાંચની 2 ટીમ મધ્યપ્રદેશ મોકલવામાં આવી હતી અને 20 વર્ષીય આરોપી એમપાલ બિશન મંડલોઈને મધ્યપ્રદેશ ઈન્દોર સમાજવાદનગર મહુનાકા OMG લાઈન ખાતેથી ઝડપી પાડીને અન્ય સહઆરોપી તેનો સગો મોટા ભાઇ 26 વર્ષીય નેપાલ બિશન મંડલોઈ જાતે પટેલ અલીરાજપુરના છોટીજીરી ગામ ખાતેથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડા રૂપિયા 98,80,000 તથા બે મોબાઈલ 20000 મળીને કુલ્લે રૂ.99,00,00/- ની મતા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તિજોરીની ચાવીઓ મૂકવાની જગ્યાની જાણકારી હતી

પકડાયેલા આરોપી એમપાલ મંડલોઇને તપાસ દરમિયાન પોલીસે ગુના બાબતે પુછતા તેણે જણાવ્યું હતું કે, તે વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપની ખાતે આશરે છ એક મહિના ઓફીસ બોય તરીકે નોકરી કરી ચુક્યો હતો અને આજથી વીસેક દિવસ પહેલા નોકરી છોડી વતન ખાતે ચાલી ગયેલો હતો. પોતે ઓફિસ બોય તરીકે કામ કરતો હોવાથી અવારનવાર તમામ ઓફિસમાં અવરજવર હોવાને કારણે પોતે કેશિયર ઓફિસની તમામ ગતિવિધિ તથા કેશિયર ઓફિસમાં રહેતી તિજોરીની ચાવીઓ મૂકવાની જગ્યા વિશે અવગત હતો. બાદમાં નાણાકીય જરૂરીયાત ઉભી થતાં તેના મોટા ભાઇ નેપાલ બિશન મંડલોજી સાથે પોતાના ગામથી બસમાં બેસીને વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપનીમાં મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર પ્રવેશીને કેશિયર ઓફિસના ડ્રોવરનુ લોક તોડી ડ્રોવરમાં મુકેલ તિજોરીની ચાવી મેળવી બાજુની ઓફિસમાંથી તિજોરી ખોલી રોકડા રૂપિયાની ચોરી કરી પરતા પોતાના વતન છોટીછરી ખાતે જઇ પોતાના ઘરની પાછળ ખેતરમાં ખાડો ખોદી માટલામાં દાટી સંતાડી દીધેલા અને પોતાને પોલીસ પકડથી બચવા સારુ ઈન્દોરમાં રહેવા આવી ગયેલો હતો.

સુરત શહેર પોલીસ કમિશનરે લોકોને કરી ખાસ અપીલ

પિતા ઉપર પાંચ લાખ રૂપિયાનું દેવું પણ હતું

આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, બનાવ બાદ પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફુટેજમાં આરોપી દેખાતા હતાં પરંતુ ઓળખાતા નહોતાં. આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ ગરીબ પરિવારમાંથી આવે છે. પિતા નોકરી કરે છે અને બે બહેનોનું ભણતર પણ ચાલી રહ્યું છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે બંને ભાઈઓએ ચોરી કરવાનું કાવતરુ રચ્યું હતું. આરોપીઓએ સાથે જણાવ્યું હતું કે પિતા ઉપર પાંચ લાખ રૂપિયાનું દેવું પણ હતું. લોકોને અપીલ છે કે જ્યારે પણ કોઈ કર્મચારીને તેઓ નોકરી પર રાખે તો તેમની તમામ વિગતો મેળવી લે અને સ્થાનિક પોલીસને પણ જાણ કરે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દાગીના બનાવનાર કારીગર રૂપિયા 1.25 કરોડના દાગીના લઈ ફરાર

આ પણ વાંચોઃ સુરતમાં માસ્ક બાંધીને આવેલા બે શખ્સોએ બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની ચોરી ગયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.