- કતારગામમાં નીતિ જ્વેલર્સમાં ચોરીની ઘટના
- સોનાના કચરાથી ભરેલા થેલાઓની ચોરી
- આશરે 1.20 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી
સુરતઃ કતારગામ હરિઓમ મીલની સામે શિવછાયા સોસાયટી નજીક રો હાઉસમાં રહેતા નરેન્દ્ર પ્રતાપભાઈ દેવાણી સ્થાનિક વિસ્તારમાં અવધ બિલ્ડિંગના પહેલા માળે નીતિ જવેલર્સ નામની ઓફિસ ચલાવે છે. ત્યારે 2 અજાણ્યા શખ્સોએ નીતિ જ્વેલર્સ ઓફિસને નિશાન બનાવી ઓફિસમાં પ્રવેશ્યા હતા. નરેન્દ્રભાઈની ઓફિસની પાછળ બહાર ગેલેરીમાં સોનાના ડસ્ટ ભરેલા પ્લાસ્ટિકના 10 જેટલા થેલાઓ પડેલા હતા. જેની ઉઠાંતરી કરી ફરાર થયા હતા.
આ પણ વાંચોઃ સુરતના ગોડાદરા વિસ્તારની 5 દુકાનમાં ચોરી, ઘટના CCTVમાં કેદ
150 કિલો સોનાના કચરાથી ભરેલા 6 જેટલા થેલા લઈ નાસી ગયા
એક થેલામાં 25 કિલો જેટલો સોનાનો કચરો હતો. ત્યારે શખ્સો દ્વારા આશરે 150 કિલો સોનાના કચરાથી ભરેલા 6 જેટલા થેલાની કિંમત રૂપિયા 1.20 લાખનો મુદ્દામાલ લઇને ચોરી ભાગી છૂટ્યા હતા. આ અંગે નરેન્દ્રભાઇને જાણ થતા કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સુરત: પોશ વિસ્તારમાં પ્રોપર્ટી બ્રોકરના ઘરમાં ધોળા દિવસે ચોરી કરી 2 મહિલાઓ ફરાર