મુંબઈ: મહારાષ્ટ્રના આગામી CM કોણ હશે તેને લઈને દિલ્હીથી મુંબઈ સુધી રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. તે જ સમયે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે ખુરશી છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, તેમને સીએમ પદની કોઈ ઈચ્છા નથી. સરકાર બનાવવામાં તેમની તરફથી કોઈ અવરોધ નથી.
કાર્યકારી સીએમ શિંદેએ કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે તેને તેઓ સ્વીકારશે. તેમણે કહ્યું કે, તેમણે હંમેશા એક સામાન્ય માણસ તરીકે કામ કર્યું છે અને ક્યારેય પોતાને મુખ્યમંત્રી સમજ્યા નથી. અમે 'માઝી બહેન યોજના' પર કામ શરૂ કર્યું. તેમણે કહ્યું કે, તેમના માટે સીએમ એટલે સામાન્ય માણસ.
મહારાષ્ટ્રના સીએમના ચહેરા વિશે કહેતા, કાર્યકારી સીએમ અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે, "... ત્રણેય પક્ષો (મહાગઠબંધનના) ની એક બેઠક આવતીકાલે (28 નવેમ્બર) અમિત શાહ સાથે યોજાશે. જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે, પછી નિર્ણય લેવામાં આવશે."
#WATCH | Thane: While speaking about the CM face for Maharashtra, caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, " ...a meeting of all three parties (of mahayuti) will be held with amit shah tomorrow (28th november). detailed discussions will be held in that meeting. after… pic.twitter.com/1mfPokGGB3
— ANI (@ANI) November 27, 2024
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે, "છેલ્લા 2-4 દિવસથી તમે અફવાઓ જોઈ હશે કે કોઈ નારાજ છે. અમે નારાજ થવાવાળા લોકો નથી... મેં ગઈકાલે વડાપ્રધાન સાથે વાત કરી અને તેમને મેં કહ્યું કે, (મહારાષ્ટ્રમાં) સરકાર બનાવવામાં અમારી તરફથી કોઈ અડચણ નથી... તેમણે કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી છે.
શિંદેએ મોદી અને શાહને કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં તેમની તરફથી કોઈ સમસ્યા નથી... તમે (મોદી-શાહ) નિર્ણય કરો અને અમે નિર્ણય સ્વીકારીશું. મુખ્ય પ્રધાન પદ વિશે ભાજપના વરિષ્ઠ નેતાઓ જે પણ કહેશે, નક્કી કરશે, શિવસેના તેમના ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપશે."
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. સમયની સાથે મુંબઈ અને દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
#WATCH | Thane: Maharashtra caretaker CM and Shiv Sena chief Eknath Shinde says, " for the past 2-4 days you must have seen rumours that someone is miffed. we are not people who get miffed...i spoke with the pm yesterday and told him that there is no obstruction from our end in… pic.twitter.com/IvFlgD5WQI
— ANI (@ANI) November 27, 2024
બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ બુધવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા. મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગેની મડાગાંઠને ઉકેલવાના પ્રયાસમાં તેઓ ભાજપના ટોચના નેતાઓને મળવાની અપેક્ષા છે, ફડણવીસે કહ્યું કે, નિર્ણય લેવામાં આવી રહ્યો છે . મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, "આનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે."
અન્ય મંત્રીઓના હોદ્દા પરના નિર્ણય પર બોલતા ફડણવીસે કહ્યું કે, પહેલા મુખ્યમંત્રી માટે નિર્ણય લેવામાં આવશે અને પછી બાકીનો નિર્ણય લેવામાં આવશે, ફડણવીસે ઈલેક્ટ્રોનિક વેન્ડિંગ મશીન (EVM) પર વિપક્ષના જન આંદોલનની પણ વાત કરી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પહેલા જ આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે. તેમણે વધુમાં કહ્યું કે, EVM સિસ્ટમ ચાલુ રહેશે. ડેપ્યુટી સીએમએ એમ પણ કહ્યું કે, વિપક્ષની ગંદી યુક્તિઓ બંધ થવી જોઈએ.
આ પણ વાંચો: