ETV Bharat / city

Theft in Surat: દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો

સુરત ક્રાઇમ બ્રાંચે (Crime Branch Surat) નેપાળી ઘરફોડ ચોરની ધરપકડ કરી છે. આરોપીએ અત્યાર સુધી 8 ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. આરોપી સામે હૈદરાબાદના બેગમપેઠમાં પણ ઘરફોડ ચોરીનો કેસ છે. ચાઇનીઝ લારી પર કામ કરતો આ ચોર દિવસે રેકી કરીને રાત્રે ચોરી (Theft in Surat)ને અંજામ આપતો અને મોજ-શોખમાં ચોરીના પૈસા વાપરતો.

દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો

author img

By

Published : Feb 14, 2022, 3:57 PM IST

સુરતઃ શહેરમાં રાત્રે વિવિધ વિસ્તારોમાં ચોરી (Theft in Surat) કરતા નેપાળીને ક્રાઈમ બ્રાંચે 2 લાખની રોકડ સાથે કુલ 2.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતે અત્યાર સુધી 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે (Crime Branch Surat) બાતમીના આધારે આરોપી 25 વર્ષિય હિકમત ઉર્ફે રાજ ખડકા કેસી રહે. અડાજણ, સુરત તથા મૂળ દહીલેક નેપાળ તથા હાલમાં રહે. ગૂરૂગ્રામ, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ અત્યાર સુધી 8 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

ટોયલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ઓફિસમાં પ્રવેશ્યો

આરોપીને ચોરી (Adajan surat crime)ના રોકડા રૂપિયા 2 લાખ તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 2.05 લાખ રૂપિયાના મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે, દોઢેક મહિના પહેલા ઉધના- મગદલ્લા રોડ જે.એચ. અંબાણી સ્કૂલ પાસે આગમ એમ્પોરિયા બિલ્ડિંગમાં તેણે ચોરી (Crime In Surat) કરી હતી. આરોપી મેડિકલમાંથી અગાઉ લીધેલા ગ્લવ્ઝ પહેરી-મોઢા પર રૂમાલ બાંધીને આગમ એમ્પોમરિયાના પાછળના ભાગે દિવાલ પર લોખંડની પાઈપ-વાયર વડે ત્રીજા માળે આવેલા ટોયલેટની વેન્ટિલેશન બારીના કાચ તોડી ઓફિસમાં પ્રવેશ્યો હતો.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case : પાસોદરા યુવતીની હત્યાનો મામલો, ગૃહપ્રધાન પહોંચ્યા યુવતીના ઘરે

હૈદરાબાદમાં પણ કરી હતી ચોરી

આરોપીએ ઓફિસમાં ડ્રોઅર્સ ખોલીને રોકડા રૂપિયા 6 લાખની ચોરી કરી હતી. આરોપીની સામે હૈદરાબાદ ખાતે બેગમપેટ (Theft In Hyderabad Begumpet) પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત આરોપીએ સુરત શહેર ખાતે વર્ષ 2017માં 1, વર્ષ 2018માં 1 તથા 2019માં 5 અને 2021માં 1 મળીને કુલ 8 જગ્યાએ રાત્રીની ઘરફોડ ચોરી કરી છે. આરોપીએ ચોરીના રોકડા રૂપિયા ખાવા-પીવા અને મોજ-શોખમાં ખર્ચ કરી નાંખ્યાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: Surat Pasodra Murder Case: સુરત પાસોદરા ખાતે યુવતીની થયેલી હત્યાને લઈને પરિવારજનોને મળ્યા પૂર્વ ધારાસભ્ય

દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતો

પકડાયેલા નેપાળી આરોપીની સામે હૈદરાબાદ ખાતે બેગમપેટ પોલીસ સ્ટેશન (Begumpet Police Station)માં ઘરફોડ ચોરીનો અને ચોરીની કોશિષના 2 ગુના દાખલ છે. આરોપી ભટાર અને અડાજણમાં ચાઈનીઝની લારી પર કામ કરતો હતો. દિવસે રેકી કરીને બાદમાં રાત્રે તે મકાન કે દુકાનમાં ચોરી કરતો અને ચોરીના પૈસા મોજ-શોખમાં પુરા કરતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.