સુરત: ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્ક (gem and jewellery park surat)માં આવેલી સોનાના દાગીના બનાવતી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. (kp sanghvi jewellers surat) નામની કંપનીની રિફાઇનિંગ લેબના ભૂતપૂર્વ કર્મચારીના ઇશારે રૂપિયા 23.60 લાખનો 502 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર ચોરી (Theft In Surat) કરનારા હાલના કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડ સહિત 8 વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશન (ichhapore police station surat)માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે 8 પૈકી 6ની અટકાયત કરી છે.
6 મહિનાથી સોનાના ડસ્ટ પાવડરમાં આવતી હતી ઘટ- ઇચ્છાપોરના જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં આવેલી કે.પી. સંઘવી જ્વેલર્સ પ્રા. લિ. નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં મશીન ઉપર દાગીના બનાવતી વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાઉડર (Gold dust powder Surat) કંપનીની રિફાઇનિંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે. છેલ્લા 6 મહિનાના સમયગાળામાં રિફાઇનિંગ લેબમાં પ્રોસેસ થતા પાઉડરમાંથી એકત્રિત થતા સોનાની ટકાવારીમાં ઘટ જણાતા કંપની માલિક શૈલેષ પુનમચંદ રાઠોડ અને એચ.આર. મેનેજર પ્રિતેશ ચંપક પટેલે તપાસ કરી હતી.
આ પણ વાંચો: Surat theft case: સુરતના લીંબાયતમાં ચોરી કરનાર આરોપી કાકાનો દીકરો જ નીકળ્યો
સોનાના ડસ્ટ પાઉડરની ચોરી કર્યાની કબૂલાત કરી- રિફાઇનિંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી રામસહાય પટેલ ઉપર શંકા જતા તેમને રહેવા માટે ફાળવવામાં આવેલી ઇચ્છાપોરના સાયણ ટેક્સટાઇલ પાર્ક (sayan textile park surat)ના વેલપાર્કની રૂમમાં સરપ્રાઇઝ ચેંકિંગ કર્યુ હતું. સરપ્રાઇઝ ચેકિંગમાં 50 ગ્રામ સોનાનો ડસ્ટ પાઉડર મળી આવતા શ્રીપ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઇનિંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદનકુમાર સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ, વિનોદર રાજકરણ બિંદ, સુનીલકુમાર આનકાપ્રસાદ મિશ્રા સાથે મળી ડસ્ટ પાઉડરની ચોરી કરી સિક્યુરિટી ગાર્ડ રાજુસિંગ નન્કુસિંગ સિકરવારની સાંઠગાંઠમાં ડસ્ટ પાઉડર ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.
કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનું પ્લાનિંગ કરતા- આ રીતે છેલ્લા એક મહિનામાં 23.60 લાખના 502 ગ્રામ સોનાના ડસ્ટ પાઉડરની ચોરી (Theft of gold dust powder surat) કર્યાની કબૂલાત કરી હતી. રિફાઇનિંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાઉડર ચોરી કરનારા શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદની પૂછપરછમાં માસ્ટર માઇન્ડ ચંદનકુમાર સિધુંકુમાર મિશ્રા હોવાની કબૂલાત કરી છે. કચંદનકુમાર સાથે તેઓ કંપનીની બહાર મિટીંગ કરી ડસ્ટ પાઉડર ચોરીનું પ્લાનિંગ કરતા હતા.
આ પણ વાંચો: Theft in Surat: દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો
8 લોકો વિરુદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ- કંપનીમાંથી ડસ્ટ પાઉડર ચોરી કર્યા બાદ મુંબઇના વેપારી અને તેની પત્નીને મોબાઇલ પર સંર્પક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા અને જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વહેંચણી કરતા હતા. આ ઘટનામાં ચોરી કરનાર હાલના કર્મચારી અને સિક્યુરીટી ગાર્ડ સહિત 8 વિરૂદ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. પોલીસે 8 પૈકી 6ની અટકાયત કરી છે.