- વનવિભાગની ટીમે રાણીકુંડ ગામ પાસેથી લાકડા ભરેલ ટેમ્પો પકડ્યો
- ટેમ્પો ચેક કરતા હલડું, નીલગિરી, કલમના લાકડા મળી આવ્યા
- નવિભાગે લાકડા સહિત 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત: વાંકલ રેન્જના વિભાગના કર્મચારીઓએ લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો હતો. ટેમ્પો ચાલક અધિકારીઓને જોઈને ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. ટેમ્પામાથી હલડું, નીલગિરી, કલમના લાકડા મળી આવ્યા હતા. વનવિભાગે લાકડા સહિત 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પણ વાંચો: વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
વનવિભાગના કર્મચારીઓને જોઈ ટેમ્પો ચાલક ભાગી ગયો
મળતી માહિતી મુજબ વાંકલ રેન્જ વનવિભાગના કર્મચારી સુરેશભાજ વસાવા, મનીષભાઈ ભાઈ વસાવા, નારણભાઇ ચૌધરી, જીતેન્દ્રભાઓ ચૌધરીએ ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. કર્મચારીઓને ટેમ્પો શંકાસ્પદ લાગતા ટેમ્પાને કર્મચારીઓએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેમ્પોચાલક દૂરથી વનવિભાગના કર્મચારીઓને જોઈ ટેમ્પો મૂકી ભાગી ગયો હતો.
આ પણ વાંચો: પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ
ટેમ્પો સહિત 1.70 લાખનો મુદ્દામાલ વનવિભાગે કર્યો કબજે
વનવિભાગના કર્મચારીઓએ ટેમ્પો ચેક કરતા ટેમ્પામાંથી 1.766 ઘનમીટરના હલડું, નીલગિરી, કલમના લાકડા મળી આવ્યા હતા, હાલ વનવિભાગની ટીમે લાકડા ટેમ્પો સહિત 1.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને ટેમ્પો ચાલકને પકડવા આગળની તજવીજ હાથ ધરી હતી.