ETV Bharat / city

Tejas Express ફરી એક વખત 7મી ઓગસ્ટના રોજ પાટા પર દોડવા માટે તૈયાર

અનેક કારણોસર ત્રણ વાર બંધ થયેલી તેજસ એક્સપ્રેસ હવે 7 મી ઓગસ્ટના રોજ IRCTC ની 82902/82901 તેજસ એક્સપ્રેસની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે. અગાઉ યાત્રીઓ નહીં મળતા અને અન્ય કારણોસર બે વખત આ ટ્રેન બંધ થઈ ચૂકી છે. કોરોનાકાળમાં પણ આ ટ્રેન ત્રીજી વાર બંધ થઈ હતી.

Surat News
Surat News
author img

By

Published : Aug 3, 2021, 5:09 PM IST

  • 82902/ 82901 તેજસ એક્સપ્રેસની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે
  • અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસની કામગીરી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત
  • પ્રવાસીઓની સલામતીને લગતી સમસ્યાઓનું ધ્યાન રાખશે

સુરત : ત્રણ વાર અનેક કારણોસર બંધ થઈ ગયેલી તેજસ એક્સપ્રેસ (Tejas Express) ફરી એક વખત રેલવે પાટા પર દોડવા માટે તૈયાર છે. 7 મી ઓગસ્ટના રોજ IRCTC ની 82902/82901 તેજસ એક્સપ્રેસ (Tejas Express) ની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે. કોરોના કાળના કારણે ત્રીજીવાર આ ટ્રેન રદ કરવામાં આવી હતી. અગાઉ યાત્રીઓ નહીં મળતા અને અન્ય કારણોસર બે વખત આ ટ્રેન (train) બંધ થઈ ચૂકી છે.

તેજસ એક્સપ્રેસ ફરી એક વખત 7મી ઓગસ્ટના રોજ પટરી પર દોડવા માટે તૈયાર

ટ્રેન ચાર દિવસ સુધી ચાલુ રહેશે

ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડે (IRCTC) 7 મી ઓગસ્ટ 2021 પ્રવાસીઓ માટે ટ્રેન નંબર 82902/ 82901 અમદાવાદ- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ (Tejas Express) ની કામગીરી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન ચાર દિવસ સુધી ચાલુ રહેશે. અઠવાડિયાના આધારે એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર પ્રવાસીઓની માંગણીના આધારે દોડાવવાનું વધુ નિયમિત કરવાનું નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: આગામી 7 ઓગષ્ટથી 'તેજસ' એક્સપ્રેસ શરૂ, દિવાળીના તહેવારોમાં વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો શરૂ કરવાનું IRCTCનું આયોજન

7 મી ઓગસ્ટ માટે રિઝર્વેશન શરૂ

તેજસ એક્સપ્રેસ (Tejas Express) ટ્રેનને લઇ ETV Bharat ને IRCTC ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે તેજસ એક્સપ્રેસ (Tejas Express) બંધ કરાઈ હતી પરંતુ હવે ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. IRCTC આખા પ્રવાસ (travelling) દરમિયાન પ્રવાસીઓ (Tourists) ની સલામતીને લગતી સમસ્યાઓનું ધ્યાન રાખશે. સૌથી અગત્યની વાત એ છે કે, અગાઉ તેજસ એક્સપ્રેસ સાત દિવસ પર દોડતી હતી પરંતુ આ વખતે ચાર દિવસ દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. 7 મી ઓગસ્ટ માટે રિઝર્વેશન શરૂ છે.

આ પણ વાંચો: ચાલો, તેજસ એક્સપ્રેસનો કરીએ પ્રવાસ...ETV ભારતને સંગ...

આ ટ્રેન પહેલા ડબલડેકર AC કર્ણાવતી જેવી ટ્રેનો

ત્રણ વખત તેજસ ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ યાત્રીઓ (Tourists) ની સંખ્યા ઓછી હોવાથી અને ટિકિટ ભાડું વધુ હોવાને કારણે તેને અપેક્ષા મુજબ દોડાવી શક્યા નહોતા પરંતુ ફરી એક વખત આશા છે કે તેજસ એક્સપ્રેસ ટ્રેનને સફળતા મળશે. આ ટ્રેન પહેલા ડબલડેકર AC કર્ણાવતી જેવી ટ્રેનો હોવાના કારણે ટ્રેનને કેટલી સફળતા મળશે તે જોવાનું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.