ETV Bharat / city

જાણો.. પ્રાણીઓમાં કેવા હોય છે કોરોના વાઇરસના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટિંગ - કોવિડ-19

હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા હવે સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટાફ વધારવાની જગ્યાએ ઓછો કરી દેવામાં આવ્યો છે. જેથી પ્રાણીઓ ઓછા લોકોના સંપર્કમાં આવે. પહેલા દર પંદર દિવસે ડિસઇન્ફેક્શનની કામગીરી પ્રાણી સંગ્રહાલયમાં થતી હતી જેને હવે દર સાત દિવસે કરવામાં આવી રહી છે.

જાણો.. પ્રાણીઓમાં કેવા હોય છે કોરોના વાઇરસના લક્ષણો અને કેવી રીતે થાય છે ટેસ્ટિંગ

author img

By

Published : May 12, 2021, 5:48 PM IST

  • પ્રાણીઓ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત
  • હૈદરાબાદમાં 8 સિંહે કોરોના સંક્રમિત થયા
  • સુરત પ્રાણી સંગ્રહાલયમાં સ્ટાફ ઘટાડવામાં આવ્યો
  • સુરત પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યું

સુરત: કોરોના ફેઝ -2ના કારણે 21 માર્ચથી સુરત પ્રાણી સંગ્રહાલયને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. હાલ જે રીતે હૈદરાબાદમાં પ્રાણીઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે, તેને ધ્યાનમાં રાખી હવે વધુ તકેદારી લેવામાં આવી રહી છે. વ્યક્તિથી પ્રાણીઓને કોરોના વાઇરસ થઈ રહ્યો છે જેના કારણે સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓછો સ્ટાફ પ્રાણીઓના સંપર્કમાં આવે એ માટે નિર્ણય લેવાયો છે. સાથે સતત પ્રાણી સંગ્રહાલયના સંચાલકો પ્રાણીઓની મેડિકલ તપાસ પણ કરી રહ્યા છે.

સુરત પ્રાણી સંગ્રહાલયમાં સ્ટાફ ઘટાડવામાં આવ્યો

આ પણ વાંચોઃ હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ

પ્રાણીઓમાં જોવા મળતાં લક્ષણો

સામાન્ય રીતે કોરોના સંક્રમિત વ્યક્તિમાં કોરોનાના અનેક લક્ષણો જોવા મળે છે આવી જ રીતે જો કોઈ પ્રાણીમાં પણ તેનાં લક્ષણો થકી જાણી શકાય છે કે પ્રાણીને કોરોના સંક્રમણ થયુ છે કે નહિ. મોટાભાગે માણસોની જેમ શરદી, વધારે ટેમ્પ્રેચર, મોઢામાંથી સલાયવા પડવું, ભૂખ ઓછી લાગવી જેવા અનેક લક્ષણો પ્રાણીઓમાં જોવા મળે છે. જેના કારણે તેમનું ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. પ્રાણીઓને માણસથી આ ઇન્ફેક્શન થતું હોય છે.

The Surat Zoo was closed for visitors
The Surat Zoo was closed for visitors

પ્રાણીઓમાં કેવી રીતે થાય છે કોરોના ટેસ્ટ ?

પ્રાણીઓમાં જો કોરોનાના લક્ષણો દેખાય તો તેમને બેભાન કરીને તેમના બ્લડ સેમ્પલ, રેક્ટર સ્વેબ સેમ્પલ અને નોઝલ સેમ્પલ લેવામાં આવે છે અને તેને વાયરોલોજી લેબમાં મોકલવામાં આવે છે.

આ પણ વાંચોઃ પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તે માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને સેનિટાઈઝ કરાયું

સમગ્ર ઝુને ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે

પ્રાણી સંગ્રહાલયના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે , તમામ સ્ટાફના કર્મચારીઓને રસી મૂકાવી દીધી છે. જો સ્ટાફના ઘરે કોરોના પોઝિટિવ કોઈપણ સભ્ય હોય તો તેમને ત્રણ દિવસ બાદ ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો હોય છે. પ્રાણીઓમાં આ રોગ સંક્રમિત વ્યક્તિના કારણે થાય છે. જેથી તેઓ લિમિટેડ સ્ટાફ પ્રાણીઓના સંપર્કમાં આવે એ માટેનો નિર્ણય લીધો છે. પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ કાળજી લેવામાં આવે છે, ખાસ કરીને તેમના ખોરાકને લઈ ખૂબ જ કાળજી લેવાય છે અને સમગ્ર ઝુને ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.