- સુરતમાં સ્માશાનગૃહની બહાર લાગી લાંબી લાઇનો
- યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી નવા સ્માશાનગૃહની કામગીરી
- બંધ કરવામાં આવેલા સ્મશાનગૃહ ફરીથી ખોલવામાં આવશે
સુરત : ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. સુરતમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ કેસોના મૃતદેહોનો નિકાલ કરવામાં તકલીફ પફી રહી છે. સ્મશાનોમાં અને કબ્રસ્તાનમાં લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. એમા દુઃખની વાત છે કે અંતિમ વિધિ માટે ટોકન નંબર આપવામાં આવી રહ્યા છે. મૃતદેહ સાથે અંતિમ સંસ્કાર કરવા માટે લાઈનમાં બેસવા મજબૂર થયેલા પરિવારજનોના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. ત્યારે રાંદેર ઝોનમાં વર્ષ 2006માં બંધ થયેલા પાલ વિસ્તારનું સ્મશાનગૃહ ફરીથી ખોલવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે સ્મશાન ગૃહને ફરીથી કાર્યરત કરવાની કામગીરી આરંભી દેવાય છે. ઉલ્લેખનીય છે કે અહીં માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના જ અંતિમસંસ્કાર કરાશે. મોટુ મેદાન હોવાથી ત્યાં એક સમયે 40 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી શકાશે.
આ પણ વાંચો : સુરતના મંદિરોમાં લાગ્યું કોરોનાનું ગ્રહણ
નવનિર્મિત સમશાન ગૃહનું બાંધકામ હજુ સુધી પૂર્ણ થઇ નથી
પાલ ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે જેસીબી મશીન થકી સ્મશાનગૃહને તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, બીજી તરફ શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા રામનાથ ઘેલામાં પણ સાત અન્ય લાકડાની વખાર શરૂ કરવાની કવાયત પૂર્ણ થવાના આરે છે. આ ઉપરાંત અશ્વિનકુમાર સ્મશાન ભૂમિ અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં પણ ભઠ્ઠીઓ વધારવામાં આવશે. લિંબાયતના મુક્તિધામ સ્મશાનગૃહનું નિર્માણ પણ શરૂ છે. આ નવનિર્મિત સમશાન ગૃહનું બાંધકામ હજુ સુધી પૂર્ણ થઇ નથી તેમ છતાં પાલિકા કમિશનરના નિર્દેશ બાદ આ નવનિર્મિત સ્મશાનગૃહના એક ભાગમાં લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે