ETV Bharat / city

Miyawaki Forest: રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અનેક શહેરોમાં તૈયાર કરશે મિયાવાકી ફોરેસ્ટ - The Rotary Club and the Hearts at Work Foundation will prepare Miyawaki Forest in several cities

સુરતમાં પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 વચ્ચે આગામી એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે, જે અંતર્ગત આગામી એક વર્ષની અંદર બંને સંસ્થાઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં મિયાવાકી ફોરેસ્ટ ( Miyawaki Forest ) તૈયાર કરશે.

Miyawaki Forest
Miyawaki Forest
author img

By

Published : Jul 2, 2021, 2:30 PM IST

  • ‘મિશન પૃથ્વી’ અંતર્ગત આગામી એક વર્ષ દરમિયાન મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ કરશે
  • એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે
  • રોટરી ડિસ્ટ્રીક્ટ સાથેના ‘મિશન પૃથ્વી’ પ્રોજેક્ટમાં અમારો મુખ્ય ધ્યેય ઈકો સિસ્ટમ રિસ્ટ્રોરેશનનો છે

સુરત: પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 વચ્ચે આગામી એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે, જે અંતર્ગત આગામી એક વર્ષની અંદર બંને સંસ્થાઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં મિયાવાકી ફોરેસ્ટ ( Miyawaki Forest ) તૈયાર કરશે. મોડેલ સ્ટેશન્સ બનાવશે અને હજારો વિદ્યાર્થીઓ સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ યોજશે.

રોટરી ડિસ્ટ્રિક્ટ 3,060ના ગવર્નર સંતોષ પ્રધાને MOU સાઈન કર્યા હતા

‘મિશન પૃથ્વી’ અંતર્ગત યોજાનારા આ પ્રોજેક્ટ માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન ગ્રીનમેન વિરલ દેસાઈ તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર સંતોષ પ્રધાને MOU સાઈન કર્યા હતા. જેમાં ડિસ્ટ્રીક્ટ એનવાર્યમેન્ટ ચેર પંકજ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આગામી એક વર્ષ દરમિયાન અમે ગુજરાતના અનેક શહેરો કે ગામોમાં વધુમાં વધુ મિયાવાકી ફોરેસ્ટ્સ ( Miyawaki Forest ) તૈયાર કરીશું કે મોડેલ સ્ટેશન્સ બનાવીશું.

આ પણ વાંચો: વીરાણીયા ગામે 18,000થી વધુ વૃક્ષો સાથે આકાર લઈ રહ્યું છે અર્બન ફોરેસ્ટ

10,000 જેટલા યુવાનોમાં પર્યાવરણીય બાબતોએ જાગૃતિ લાવીશું

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફોરેસ્ટ્રેશનના માધ્યમથી અમે ત્રીપલ એ એટલે કે અવેરનેસ, એટિટ્યુડ અને એક્શનને કેન્દ્રમાં રાખીને પક્ષીઓ, પતંગીયા, અન્ય જીવાતો કે સરીસૃપોને યોગ્ય માહોલ પૂરો પાડીશું.

સહિયારા પ્રોજેક્ટથી અમે વિશ્વભરના પર્યાવરણમાં નોંધપાત્ર યોગદાન

આ ઉપરાંત અમે ગુજરાતભરના રોટ્રેક્ટ્સ તેમજ ઈન્ટરેક્ટ્સ સાથે ક્રેશ કોર્સના માધ્યમથી સંવાદ કરીને 10,000 જેટલા યુવાનોમાં પર્યાવરણીય બાબતોએ જાગૃતિ લાવીશું. એક તરફ આખું વિશ્વ પર્યારણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે મને દૃઢ વિશ્વાસ છે કે અમારા આ સહિયારા પ્રોજેક્ટથી અમે વિશ્વભરના પર્યાવરણમાં નોંધપાત્ર યોગદાન આપીશું.’

આ પણ વાંચો: ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં

આગામી એક વર્ષ સુધી ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે સંતોષભાઈ પ્રધાન કરશે

ઉલ્લેખનીય છે કે રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 અંતર્ગત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેક ક્લબ્સ આવે છે. જેનું પ્રતિનિધિત્વ આગામી એક વર્ષ સુધી ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે સંતોષભાઈ પ્રધાન કરશે. આ કરાર અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે, ‘રોટરી અનેક ક્ષેત્રોમાં કામ કરે છે, જેમાં પર્યાવરણ બાબતના કાર્યોનો પણ પાછલા વર્ષોમાં ઉમેરો થયો છે. અંગત રીતે હું પર્યાવરણ બાબતે અત્યંત સંવેદનશીલ છું એટલે મારી એવી ઈચ્છા હતી કે મારા ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું વધુમાં વધુ ફોક્સ પર્યાવરણીય બાબતો પર કરું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.