- વેપાર - ધંધા પર લગાડવામાં આવતા તમામ ટેક્સમાંથી વેપારીઓને મુક્તિ આપવામાં આવશે
- જાતિ- ધર્મના નામે થતી રાજનીતિ પર નહીં
- પાસના દસ ઉમેદવારોએ કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી
- પાસ સમિતિએ આમ આદમી પાર્ટીને સાથ - સહકાર આપે તેવી અપીલ: સંજય સિંહ
- સુરત આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ
સુરતઃ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકો હાંસલ કરવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સુરતથી આવેલા દિલ્લી AAP નેતા સંજયસિંહની આગેવાનીમાં વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. રોડ શો અગાઉ આપ નેતા સંજયસિંહ દ્વારા પાંડેસરા સ્થિત કૈલાશ નગર ખાતે આવેલા શિવમંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી. જે બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ જોડાયા હતા.
દિલ્લી AAP નેતા સંજયસિંહની આગેવાનીમાં રોડ સો યોજાયો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી રોડ સોની શરૂઆત થઈ હતી. દિલ્લી આપ નેતા સંજયસિંહ અને ગુજરાત પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળ યોજવામાં આવેલા રોડ સોમાં આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા કાર્યકર્તાઓમાં એક જોશ અને જુસ્સો જોવા મળ્યો હતો. આ અંગે રોડ સોમાં જોડાયેલા આપ પાર્ટીના નેતા સંજયશિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાનગરપાલિકાની તમામ ચૂંટણીઓ પાર્ટી તરફથી લડવામાં આવી રહી છે. સુરત ખાતે યોજાયેલી જનસભા દરમિયાન દસ મુદ્દાઓના સાથે એક ગેરેન્ટીકાર્ડ પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ઘરવેરાના ટેક્સમાં આંશિક રાહત, પાણી બિલ માફ કરવું તેમજ બસ મુસાફરીના ભાડામાંથી વિધાર્થીઓને મુક્તિ આપવાના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.
સુરત મહાનગરપાલિકામાં આપ પાર્ટીનું સાશન આવશે
વધુમાં જાણવાયું હતું કે, સુરત મહાનગરપાલિકામાં આપ પાર્ટીનું સાશન આવશે તો વેપાર-ધંધા પર લગાડવામાં આવતા તમામ ટેક્સમાંથી વેપારીઓને મુક્તિ આપવામાં આવશે. જે માટે આપ પાર્ટી મોહલ્લા ક્લિનિક નામથી શરૂવાત કરી રહી છે. આ તમામ વચનો આપ પાર્ટી પુરા કરી બતાવી શકે છે, કારણ કે જે પ્રમાણે દિલ્લીમાં જે કહ્યું હતું તેનાથી વધુ કરી બતાવ્યું છે. જાતિ-ધર્મના નામે થતી રાજનીતિ પર નહીં પરંતુ દિલ્લીમાં કેજરીવાલ સરકારના મોડલ પર લોકોમાં લાવવામાં આવેલા બદલાવને ગુજરાત લાવવા માંગીએ છે. વધુમાં સંજયશિંહે જણાવ્યું કે, પાસના 10 ઉમેદવારોએ કોંગ્રેસમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આમ આદમી પાર્ટી આંદોલનની કોખથી જન્મેલી પાર્ટી છે, તેવી જ રીતે પાસ સમિતિ પણ આંદોલનકારી છે. જેથી પાસ સમિતિએ આમ આદમી પાર્ટીને સાથ-સહકાર આપે તેવી અપીલ છે. જેની શરૂવાત સુરતથી કરવી જોઈએ.