ETV Bharat / city

સુરત: પ્રેમ પ્રકરણમાં સમાધાન અર્થે બોલાવી યુવાનની હત્યા - surat crime ratio

સુરત: શહેરના ડભોલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં સમાધાન અર્થે બોલાવી યુવાન પર અન્ય 2 શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે ફરિયાદ નોંધી 1 આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય 1 આરોપી ફરાર થઇ ગયો છે.

surat
સુરત
author img

By

Published : Nov 30, 2019, 11:20 PM IST

Updated : Nov 30, 2019, 11:39 PM IST

સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી સરદાર સોસાયટીના રહેવાસી અને સેલ્સમેનનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર રાકેશની થોડા સમય પહેલા સંદિપ પીપલીયા અને પાર્થ નામના યુવાન સાથે પ્રેમ પ્રકરણમાં બોલાચાલી થઈ હતી. જે વાતની અદાવત રાખી બન્ને યુવાનોએ સમાધાન અર્થે રાકેશને સોસાયટીના ગેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં રાકેશ પર બન્ને શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

પ્રેમ પ્રકરણમાં સમાધાન અર્થે બોલાવી યુવાનની હત્યા

હુમલા કર્યા બાદ બન્ને આરોપી ફરાર થઇ ગયા હતા. જેથી, સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત રાકેશને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીના સમયમાં જ આરોપી સંદિપને ઝડપી પાડ્યો હતો. જ્યારે પાર્થ ફરાર થઇ ગયો હતો.

Intro:સુરત : ડભોલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમા સમાધાન અર્થે બોલાવી યુવાન પર અન્ય બે શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવાનનું.મોત નીપજ્યું હતું. બનાવમાં ચોક બજાર પોલીસે 2 પૈકી એક યુવાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય યુવાન ભાગી છૂટ્યો હતો.

Body:સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી સરદાર સોસાયટીમાં રહેતા સોનાર સોનાર સેલ્સમેન નું કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. થોડા સમય પહેલા રાકેશની સંદીપ પીપલીયા અને પાર્થ નામના યુવાન સાથે પ્રેમ પ્રકરણ માં બોલાચાલી થઈ હતી. જે વાતની અદાવત રાખી બન્ને યુવાનોએ સમાધાન અર્થે રાકેશ ને સોસાયટી ના ગેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં રાકેસ આવતાની સાથે જ બન્ને શખ્સો તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે હુમલા બાદ બન્ને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઘટના ની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત રાકેશ ને નજીક ની ખાનગી હોસ્પિટલ માં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન રાકેશ નું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા ની ઘટના જાણ થતાં જ ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. Conclusion:ચોક બજાર પોલીસે આ બનાવમાં ગણતરી ના સમય માં જ હત્યારો સંદીપ ને ઝડપી પાડ્યો હતો. જ્યારે પાર્થ ભાગી છૂટ્યો હતો.

બાઇટ..પી.એલ.ચૌધરી..એસીપી
Last Updated : Nov 30, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.