ETV Bharat / city

પ્રભુનું સામ્રાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ - Konsba

હજારો વર્ષ પૂર્વ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો પરંતુ આજે પણ ભગવાન કૃષ્ણની ધરતી દ્વારકા વૈજ્ઞાનિકો માટે એક રહસ્યમયી કોયડો છે જેનું જેટલુ પણ અધ્યયન કરવામાં આવે તે ઓછું છે. મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના સંશોધન મુજબ ભગવાન કૃષ્ણની આ નગરી દ્વારકા થી શરૂ થઈ દક્ષિણ ગુજરાતના કોસંબા સુધી હતી. સુરત નજીક આવેલા દરિયાની અંદર પણ ભગવાન કૃષ્ણના સમયના દ્વારકાના અવશેષ મળી આવ્યા હતા.જેમાં અદ્ભુત વૃક્ષ સહિત દ્વારકા થી સુરત સુધી લાંબી દિવાલ પણ મળી આવી હતી. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોને જે વસ્તુઓ મળી છે તે 4 હજાર થી લઇ 32 હજાર વર્ષ જૂની છે.

keishna
પ્રભુનું સામરાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તેરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ
author img

By

Published : Aug 30, 2021, 9:04 AM IST

Updated : Aug 30, 2021, 12:25 PM IST

  • મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સંશોધન સંશોધન
  • કૃષ્ણની ધરતી દ્વારકા આજે વૈજ્ઞાનિકો માટે એક રહસ્યમયી સામ્રાજ્ય છે
  • હજારો વર્ષ જૂના આ વૃક્ષ માં કઈપણ સરળ નહોતી ન ક્ષતીગ્રસ્ત હતું

સુરત : આજે કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણકે આજે ભગવાન બાલ ગોપાલ ધરતી પર અવતરિત થયા હતા. શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા ભલે હોય પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાતની દ્વારકા છે. ભગવાન કૃષ્ણનું દ્વારકા ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે. જે હાલ સમુદ્રમાં ખોવાઈ ગઈ છે પરંતુ ઓછા લોકો જાણે છે કે ભગવાનની આ નગરીનો વ્યાપ દક્ષિણ ગુજરાત સુધી હતો. સુરતના કોસંબા નજીક જ્યારે મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ સંશોધન કરી રહી હતી તેમાં સુરતના પુરાતત્વ વિશેષજ્ઞ ડૉ મિતુલ ત્રિવેદી પણ શામેલ હતા. વર્ષ 2007થી લઈને 2011 સુધી તેઓ આ ટીમના સભ્ય તરીકે સંશોધનમાં સામેલ હતા. ભગવાન કૃષ્ણની પ્રાચીન નગરીના સંશોધનમાં તેઓ 30 ફૂટ દરિયાની અંદર જઈ અનેક વસ્તુઓ પર અધ્યયન કર્યું હતું. સુરત નજીક દરિયામાંથી વૈજ્ઞાનિકોને આ દ્વારિકા નગરી માંથી સ્નાનગૃહો, બંગડી વાસણ અને મકાનના અવશેષો મળી આવ્યા હતા. સાથે તેઓને એક એવું વૃક્ષ મળ્યું કે જે આટલા વર્ષ સુધી પાણીમાં રહ્યા બાદ પણ ખરાબ થયું નહોતું.

આશરે 50 વર્ષ સુધીનું આ સંશોધન

1960 થી લઈને 1970 વચ્ચે ડોક્ટર એસ.આર.રાવે દ્વારકાથી શોધ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 1998મા આ સંશોધનમાં સુરતની પાસે ઓલપાડ નજીક ડભારી દરિયા કિનારે બીજી ટીમે પણ સંશોધનની કામગીરી શરૂ કરી હતી. મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના આ સર્વેમાં સુરતના ડૉ મિતુલ ત્રિવેદી પણ આ ટીમમાં સામેલ થયા હતા. અને તેઓ 2011 સુધી આ સંશોધન ટીમમાં સામેલ હતા. વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીના જણાવ્યા મુજબ આશરે 50 વર્ષ સુધીનું આ સંશોધન છે. દ્વારકા થી દક્ષિણ ગુજરાતના કોસંબા સુધી આ સંશોધન થયું હતું.જેમાં જમીનની ઉપર અને દરિયાની અંદર પણ ઘણી બધી વસ્તુઓ મળી આવી છે.આ તમામ વસ્તુઓ મરીન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ગોવા અને ચેન્નાઈ ખાતે સુરક્ષિત મૂકવામાં આવી છે.

પ્રભુનું સામરાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તેરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ
પ્રભુનું સામરાજ્ય દ્રારકા થી લઈને સુરતના કોસંબા સુધી હતું વિસ્તેરેલું, આજે પણ જોવા મળે છે અવશેષ

આ પણ વાંચો : વડોદરાના ગરબા ક્વિન વત્સલા પાટીલનો શ્રી કૃષ્ણને પત્ર

સંશોધનમાં આશરે 6 થી 7હજાર જેટલી વસ્તુઓ મળી

ડૉ મિતુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,"જો અમે કૃષ્ણની કથાઓ અથવા મહાભારત સહિત એતિહાસિક ગ્રંથો વાંચીએ તો તેના સમય પ્રમાણે આ સંશોધનમાં મળેલી વસ્તુઓની ડેટિંગ ભગવાન કૃષ્ણના સમયની છે. મહાભારતમાં જે દ્વારકાનું વર્ણન મળ્યું છે તેની બહુ વસ્તુઓ સંશોધનમાં મળી છે, અને સમય પણ લગભગ એકસરખો છે. આ સંશોધનમાં આશરે 6 થી 7હજાર જેટલી વસ્તુઓ મળી છે જે 4 હજાર વર્ષથી લઈને 32 હજાર વર્ષ જૂની વસ્તુઓ હોઈ શકે છે".

અદભુત વૃક્ષ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, "દરિયાની અંદર અમને દિવાલ મળી હતી જે દ્વારકા થી લઈને સુરતના કોસંબા સુધી લાંબી હતી. દરિયાના પાણીની અંદર આજે પણ આ દીવાલ અસ્તિત્વમાં છે. જમીનની ઉપર ભલે આ દીવાલ નથી દેખાતી પરંતુ દરિયાની અંદર આ દીવાલ છે. બીજુ કોસંબા વનની આસપાસ દરિયાની અંદર થી એક વૃક્ષ મળી આવ્યું હતું. હજારો વર્ષ જૂના આ વૃક્ષ માં કઈપણ સરળ નહોતી ન ક્ષતીગ્રસ્ત હતું. આ વૃક્ષનો એક નાનકડો ટુકડો લઈને જ્યારે અમે સળગાવ્યું ત્યારે તરત જ એમાં આગ લાગી હતી બીજી વાત કે એમાંથી જે સુગંધ આવી રહી હતી જે એક ચોરસ મીટર વિસ્તારમાં પ્રસરી ગઇ હતી. જે મરીન આર્કિયોલોજીકલ સર્વે પાસે છે".

આ પણ વાંચો : જામનગરની તનીશકાએ કૃષ્ણ ગીત ગાયું

સ્વરર્ણ દ્વારિકા નજર આવતી હતી

બાંધકામની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો વર્તમાન જે દ્વારકા છે તે કાળી માટીથી બનેલી છે. જૂની દ્વારકા ની વાત કરવામાં આવે તો તે પથ્થરથી બનાવવામાં આવેલ હતી. માટીની જગ્યાએ રેતી વાપરવામાં આવી હતી ત્યારથી દરિયાઈ રેતી હતી જેની ઉપર જ્યારે સૂર્યના કિરણ પડે તો સોનાનું કિરણ અને સ્વર્ણ દ્વારિકા નજર આવતી હતી.

Last Updated : Aug 30, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.