- પતિએ પત્નીની ખાલા સાથે કર્યા લગ્ન
- શબાનાએ કરી ન્યાયની માંગણી
- ન્યાય નહી મળે તો શબાનાએ આત્મહત્યાની કરી વાત
સુરત: જિલ્લામાં લાલગેટ વિસ્તારમાં રહેતી શબાના રડી રહી છે અને રડતાં-રડતાં કહે છે કે, મારે બીજી આઇશા બનવું નથી, મારે જીવવું છે અને પતિ સાથે રહેવું છે તેમજ ન્યાય જોઈએ છે. શબાનાના પતિએ શબાનાની માસી સાથે લગ્ન કરીને ઘરે લઈ આવ્યો અને પત્નીને મરી જવા કહ્યું હતું. આવી જ રીતે આઈશાને તેના પતિએ આત્મહત્યા કરી વીડિયો બનાવાનું કહ્યું હતું.
આ પણ વાંચો: આઈશા આત્મહત્યા કેસઃ આઈશાના પતિ આરિફના 3 દિવસના રિમાન્ડ મંજૂર
શબાનાના શબ્દો
શબાનાએ આ અંગે જણાવ્યું હતું કે, સાડા છ વર્ષ પહેલા તેના લગ્ન નાસીમ મલ્લીક સાથે થયા હતા. 4 વર્ષની એક દીકરી છે. મારા પતિ નાસીમ માસી સાસુ સાથે લગ્ન કરીને તેને ઘરે લઈ આવ્યો છે .મૂળ પશ્ચિમ બંગાળની શબનમ મલ્લીક હાલમાં નાગોરીવાડમાં રહે છે. વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં આ અંગે વિરોધ કર્યો તો મારા પતિ નાસીમેં મને કીધું હતું કે,"તું મને નથી જોઈતી. તું મરી જા, તું હજી સુધી કેમ જીવે છે? તારે મરી જાવું જોઈએ. તે હજી સુધી આત્મહત્યા કેમ નથી કરી". આ અંગે ફરિયાદ કરવા શબાના લાલગેટ પોલીસ મથક પહોંચી હતી. પોલીસે હાલ તેમની અરજી સ્વીકારી લીધી છે.
આ પણ વાંચો: આઈશા આત્મહત્યા કેસ : આઇશાના પિતાએ લોકોને બખેડો ન કરવા કરી અપીલ
અમારામાં ચાર લગ્ન કરી શકાય છે
આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એ.ડાભીએ જણાવ્યું હતું કે, શબાનાએ કરેલી અરજી મુજબ અમે તપાસ શરૂ કરી છે. તેના જણાવ્યા મુજબ તેના પતિએ તેની જ માસી સાથે લગ્ન કર્યા છે. જ્યારે અમે નસીમને બોલાવી પૂછપરછ હાથ ધરી તો તેને જણાવ્યું કે, અમારામાં ચાર લગ્ન કરી શકાય છે અને હું બન્નેને ઘરે રાખવા તૈયાર છું.