સુરત: માંડવીના સથવાવ આશ્રમ શાળામાં(Sathvav Ashram School of Mandvi) અભ્યાસ કરતી બે બાળકીઓને શાળામાં ગમતું ન હોવાથી તે કોઈને કહ્યા વગર રાત્રે શાળામાંથી નીકળી ગઈ(Girls had walked out of school ) હતી. બન્ને બાળકીઓ પર માંડવીના ધારાસભ્યની(MLA of Mandvi) નજર પડતાં તેઓએ પોતાની કારમાં બેસાડી હતી અને હેમખેમ પરિવારને સોંપી હતી. શાળામાં ન ગમતું હોવાથી બે બાળકીઓ કોઈને કહ્યા વગર શાળામાંથી નીકળી ગઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં સ્નેચરો બેફામ, નવાપરા નજીક રાહદારી યુવકને ચપ્પના ઘા મારી તેનો માબાઈલ લૂંટી 2 સ્નેચર ફરાર
માંડવીના ધારાસભ્ય બન્ને બાળકીઓની વ્હારે આવ્યા - માંડવીના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી જેઓ રાત્રી દરમિયાન પોતાના માંડવી કાર્યાલયથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન માંડવી તાલુકાના ઉમખડી ગામ તળાવ(Umkhadi village lake of Mandvi taluka) પાસે બે બાળકીઓ એકલી રસ્તા પર જઈ રહી હતી. ધારાસભ્યએ તાત્કાલિક પોતાની કાર ઊભી રાખી અને બાળકીઓની પૂછપરછ કરતા બાળકીઓએ પોતાનું નામ જણાવ્યું હતું. માંડવી તાલુકાના સથવાવ આવેલા બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાની આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી, પણ શાળામાં ગમતું ન હોવાથી તેઓ કોઈને કહ્યા વગર ઘરે જવા નીકળી હોવાનું જણાવ્યું હતું.
સહીસલામત બાળકીઓને પરિવારને સોંપી - ધારાસભ્યે તાત્કાલિક બન્ને બાળકીઓને પોતાની કારમાં બેસાડી હતી. પોતાના ઘરે લઈ ગયા હતાં. સાંસદ પ્રભુ વસાવાનો સંપર્ક કર્યો હતો પણ સાંસદે ફોન ન ઉચકતા તેઓએ આશ્રમ શાળાના આચાર્ય અને બાળકીઓના પરિવારને ઘટનાની જાણ કરી હતી. સહીસલામત બાળકીઓને પરિવારને સોંપી હતી.
આ પણ વાંચો: આ તાલુકા પંચાયતને પ્રજાની સેવામાં નહીં પણ ભ્રષ્ટાચારમાં રસ છે... કૉંગ્રેસે ચડાવી બાંયો
ધારાસભ્યની કામગીરી સ્થાનિકોએ બિરદાવી - સુરત જિલ્લાના એકમાત્ર કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA of Surat district ) આનંદ ચૌધરીની કામગીરીની સમગ્ર પંથકમાં વાહ વાહ થઈ રહી છે. સૌ કોઇ તેઓની કામગીરી બિરદાવી રહ્યા છે. રાત્રે એકલી પડેલી બાળકીઓ માટે ધારાસભ્ય આનંદ ચૌધરીની સતર્કતા મહત્ત્વની બની રહે છે કારણ કે બાળકીઓનું ઘર આશ્રમ શાળાથી 50-60 km જેટલું થાય છે. આ સંજોગોમાં કોઇ દુર્ઘટના નિવારી શકાઇ છે.