- તેજસ હોસ્પિટલે કોવિડ કેર સેન્ટરના દર્દીઓની ભોજનની જવાબદારી ઉઠાવી
- હોસ્પિટલને એક દાયકો પૂર્ણ થતાં દર્દીઓને ભોજન પહોંચાડવાનો નિર્ણય કર્યો
- જ્યાં સુધી કોવિડ સેન્ટર શરૂ રહશે ત્યાં સુધી દર્દીઓને બે ટાઈમ જમવાનું આપશે
સુરતઃ માંડવીની તેજસ હોસ્પિટલને એક દાયકો પૂર્ણ થતા હોસ્પિટલના સંચાલકોએ માંડવીમાં શરૂ કોવિડ કેર સેન્ટર જ્યાં સુધી શરૂ રહેશે ત્યાં સુધી દાખલ દર્દીઓને 2 સમય જમવાનું પુરૂ પાડવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો- કોરોના વોર્ડમાં મધુર વાંસળી ગૂંજી, કોવિડ પેશન્ટે વાતાવરણ કર્યું મનમોહક
તેજસ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલના સંચાલકોએ નિર્ણય કર્યો
માંડવી નગરમાં આવેલા દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલનાં 10 વર્ષ પૂર્ણ થવા અને આ દાયકા દરમિયાન મેળવેલી સિદ્ધિના સંદર્ભે તેજસ હોસ્પિટલમાં ગણેશ પૂજન કરાયું હતું અને ત્યારબાદ હોસ્પિટલ દ્વારા માંડવી કોવિડ હેલ્થ કેર સેન્ટરના દર્દીઓને લગભગ છેલ્લા 15 દિવસથી દિવસમાં બે વાર ભોજન અપાઈ રહ્યું છે અને જ્યાં સુધી કોવિડ કેર સેન્ટર ચાલુ રહેશે ત્યાં સુધી જેટલા પણ કોરોનાનાં દર્દીઓ હોય તેમને તેઓ દ્વારા રોજનું બે વાર પૌષ્ટિક ભોજન આપવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- ઝાખર ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ
40 બેડથી શરૂ થયેલી હોસ્પિટલ આજે 100 બેડ સુધી પહોંચી
દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ 22 મે 2011એ માંડવી નગરમાં તેજસ આંખની હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં 40 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં માત્ર આંખની તપાસ કરવામાં આવતી હતી. જરૂરિયાતમંદ પ્રજાજનો માટે મફત તો અન્ય માટે વ્યાજબી ભાવે ઓપરેશનની સુવિધા શરૂ કરતાં આજે એક દાયકા બાદ 100 બેડની ટર્સરી કેર આઈ હોસ્પિટલની ખ્યાતિ ધરાવે છે, જેનાં આનંદના ભાગરૂપે હોસ્પિટલ દ્વારા લગભગ છેલ્લા 15 દિવસથી કોવિડ સેન્ટરમાં કોરોનાનાં દર્દીઓને દિવસમાં બે વાર પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે અને જ્યાં સુધી માંડવી કોવિડ કેર સેન્ટર ચાલુ રહેશે ત્યાં સુધી રોજ તેજસ હોસ્પિટલ તરફથી જ આપવાનું જણાવતા હર કોઈએ તેમનાં આ સેવા કાર્યની સરાહના કરી હતી. તેમ જ હોસ્પિટલના તમામ સ્ટાફ સહિત બાંધકામ કરતા મજૂરોને પણ કાજુકતરી મીઠાઈ આપતા હર કોઈએ આનંદ વ્યક્ત કર્યો હતો.