ETV Bharat / city

સુરતઃ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બિસ્માર બનેલા શહેરના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું

સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ધોવાણ થયેલા રસ્તાઓનું નિરીક્ષણ કરવા ગુરૂવારના રોજ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની શહેરના રસ્તાઓ પર રાઉન્ડે નીકળ્યા હતા. ત્યારે સાત દિવસમાં શહેરના તમામ રસ્તાઓનું સંપૂર્ણ કામ પુરી કરવાની વાત પાલિકા કમિશ્નરે કરી છે. સાથે જ હીરા બજારમાં એસઓપીનું ચુસ્ત પણે પાલન નહીં થાય તો આગામી દિવસોમાં હીરા બજાર સંપૂર્ણ રિતે બંધ કરવાની ચીમકી પણ કમિશ્નરે આપી છે.

municipal-commissioner
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બિસ્માર બનેલા શહેરના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું
author img

By

Published : Sep 4, 2020, 1:51 AM IST

સુરતઃ શહેરમાં છેલ્લા 20 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓનું ધોવાણ થયું છે, બિસ્માર બનેલા રસ્તાઓના કારણે વાહનચાલકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ વરસાદે ઉઘાડ લેતા મહાનગર પાલિકાના કમિશ્નર દ્વારા બિસ્માર બનેલા શહેરના રસ્તાઓનું ગુરૂવારના રોજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બિસ્માર બનેલા શહેરના રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું

પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા ઉધના દરવાજા, રિંગ રોડ, સહારા દરવાજા વિસ્તારની મુલાકાત લઈ બિસ્માર રસ્તાઓની તાત્કાલિક ધોરણે રીપેરીંગની કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ અંગે પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે, સુરતમાં 67 વર્ષ બાદ પ્રથમ વખત 25 દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. હાલ ઉઘાડ પડ્યો છે, જેથી સાત દિવસમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ પૂરું કરવામાં આવશે.

વધુમાં કહ્યું કે, રસ્તાની સ્ટેબિલિટી તપાસ કરી કસુર જણાશે તો જે તે કોન્ટ્રાકટર અથવા એજન્સી સામે પગલાં ભરવામાં આવશે અને રસ્તાનો ખર્ચ તેમની પાસેથી વસુલ કરવામાં આવશે. સુરતના હીરા બજારમાં નવી એસઓપી નું ભંગ કરવામાં આવી રહ્યું છે, જે અંગે પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું કે, જો એસઓપીનું ચુસ્તપણે પાલન નહીં કરવામાં આવે તો હીરા બજાર સંપૂર્ણ રિતે બંધ કરી દેવામાં આવશે. આ સાથે ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલી એસઓપીનું પણ ચુસ્ત રીતે પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે સૂચનાનું પાલન બહારથી આવતા ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગના વેપારીઓએ ચુસ્ત કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.