- સુરતમાં ટેકસટાઇલ પાર્ક બનાવવાની માંગ
- ચેમ્બર ઓફ કોમર્સે કરી માંગ
- સુરતને ટેક્સટાઇલનું કહેવાય છે હબ
સુરતઃ એશિયાનું સૌથી મોટુ કાપડ માર્કેટ સુરત છે. સુરતને ટેક્સટાઇલ હબ કહેવાય છે. પરંતુ અહીં ટેક્સટાઇલ પાર્ક ન હોવાના કારણે અનેક સમસ્યાઓ ટેક્સ્ટાઇલ ઉદ્યોગને અને કાપડ ઉદ્યોગને થતી હોય છે. ત્યારે સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રને અને રાજ્ય સરકારને પત્ર લખી સુરતમાં ટેકસટાઇલ પાર્કની માંગણી કરવામાં આવી છે.
મોટામાં મોટુ કાપડનું પ્રોડક્શન કરતું શહેર સુરત
આ અંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં મોટામાં મોટુ કાપડનું પ્રોડક્શન કરતું શહેર સુરત છે. ભારતમાં જેટલુ પણ કાપડનું પ્રોડક્શન થાય છે તેમાં 65 ટકા પ્રોડકશન સુરતમાં થાય છે. સુરતમાં વસ્તી ગીચતાની પરિસ્થિતિના કારણે કેટલીય ડાઇંગ મિલો છે અને બીજી ઘણી નાની મોટી મિલો છે. જેના કારણે ધીમે ધીમે પર્યાવરણનેે પણ અસર થઈ રહી છે.
ભારત સરકારે દેશભરમાં 5 થી 6 ટેક્સટાઇલ પાર્ક ઉભા કરવાની કરી છે વિચારણાં
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકારી જમીન ઉપર એક મોટા એરીયાની અંદર ટેકસટાઈલ પાર્ક ઊભો કરવામાં આવે તો જે નાના-મોટા પ્રશ્નો છે ગીચતાનો ટ્રાફિકનો અને પર્યાવરણનો તે પ્રશ્નોનો હલ નીકળશે. તે માટે સરકાર પણ સકારાત્મક છે અને ભારત સરકારે દેશભરમાં 5 થી 6 ટેક્સટાઇલ પાર્ક ઉભા કરવાની વિચારણા કરી છે. ત્યારે આ વિચારણાના આધાર ઉપર આગળ વધે અને નિર્ણય લે તો તેમાં સુરતનો સમાવેશ થાય આ માટે ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.