સુરત : ઉધના રેલવે સ્ટેશન પર (Udhna Railway Station) દાના પૂરથી અમદાવાદ જતી ટ્રેનના ટોયલેટમાં 45 વર્ષીય મહિલાની મરણ હાલતમાં મૃતદેહ જોવા મળતા ચકચાર મચી છે. મૂળ વતન મધ્યપ્રદેશના હતા, કોલોનીથી અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ 45 વર્ષીય મહિલા પુનમ કુમારી જેઓ બારડોલીથી ટ્રેનના ટોયલેટમાં ગયા હતા. પરંતુ એક કલાક સુધી બહાર ન આવતા અન્ય એક મુસાફરે તાત્કાલિક રેલ્વે સ્ટાફને જાણ કરી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી - જો કે, રેલવે સ્ટાફ દ્વારા તાત્કાલિક ટોયલેટનો દરવાજો તોડી મહિલાને (Body Woman in Train) બહાર કાઢવામાં આવ્યા હતા. અને સ્થાનિકોએ 108 મારફતે મહિલાને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કર્યો હતા. હાલ આ બાબતે રેલવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પ્રેમીની બેવફાઈમાં મોતની છલાંગ લગાવનાર પરણિત યુવતીનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો
મૃતક મહિલાના પતિનું નિવેદન - આ બાબતે મૃતક પૂનમના પતિએ જણાવ્યું કે, મને રેલવે પોલીસ દ્વારા ફોન આવ્યો હતો. કે આ પ્રમાણે ઘટના બની છે. તમે સુરત સિવિલ હોસ્પિટલ આવી જાવ. હું જુનાગઢથી અમદાવાદ મારી પત્નીને લેવા માટે આવ્યો હતો. પરંતુ ગંભીર ઘટના બનતા જ મેં તરત સુરત આવી પહોંચ્યો હતો. કઈ રીતે મારી પત્નીની (Woman body at Udhna railway station) ડેથ થઈ છે. એનો મને પણ ખ્યાલ નથી. પરંતુ હાલ પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી મહિલાનો મૃતદેહ ગાયબ હોવાનો પરિવારનો આક્ષેપ
"મારી પત્ની મને મળવા માટે જુનાગઢ આવતી હતી" - વધુમાં જણાવ્યું કે, હું જૂનાગઢના બેંક ઓફ બરોડામાં જોબ કરું છું. મારું મૂળ વતન મધ્યપ્રદેશના સતના શહેરના વિહાર કોલોની છે. પરંતુ મારી સર્વિસ જૂનાગઢમાં હોવાથી હું જૂનાગઢમાં રહું છું. મારા બે બાળકો પણ છે એક છોકરી અને છોકરો છે. મારી પત્ની મને મળવા માટે જુનાગઢ આવતી હતી. અને હાલ આ ઘટનાથી મારા બંને છોકરાઓ શોકમાં ગરકાવ થઇ ચુક્યા છે.