- સુરતમાં એક અજાણ્યા શખ્સની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ
- એક જાગૃત નાગરિકે આ અંગે ખટોદરા પોલીસને કરી હતી જાણ
- મૃતદેહને નીચે લાવવા માટે પોલીસે ફાયર વિભાગની મદદ લીધી
આ પણ વાંચો- બેંગ્લોરમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, 3 વર્ષીય બાળકી 4 દિવસ મૃતદેહો વચ્ચે કણસતી રહી
સુરતઃ શહેરના ભટાર ચાર રસ્તા પાસે આવેલા CNG પંપની બાજુમાં એક ઝાડ પર એક અજાણ્યા શખ્સે 20થી 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જોકે, તેના મૃતદેહને જોઈને જાગૃત નાગરિક કિશોરભાઈએ પોલીસને જાણ કરી હતી. તો ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ એમાં ઝાડા ઉપર બોડી લટકતી હતી તો પોલીસો મૃતદેહને નીચે લાવવા ફાયર વિભાગની મદદ લીધી હતી. મજરા ફાયર વિભાગે મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
પોસ્ટમોર્ટમ પછી સાચું કારણ બહાર આવશે
આ બાબતે તપાસ કરતા પોલીસ અધિકારી પી. એન. દેસાઈએ એમ કહ્યું કે, સવારે 8.15 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમમાં માહિતી મળી હતી. ત્યારબાદ ખટોદરા પોલીસ ભટાર ચાર રસ્તા પહોંચી હતી. અહીં ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો હતો. જોકે, પોલીસે ફાયર વિભાગની મદદ લઈને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. જોકે, હાલમાં આ શખ્સ કોણ છે. તે અંગે કંઈ જાણી શકાયું નથી. જોકે, સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.