ETV Bharat / city

સુરતમાં ત્રણ દિવસ પહેલા ડૂબેલી બાળકીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો

કેટલીક વાર નદીમાં ન્હાવા માટે ડૂબકી મારતા લોકો માટે તે ડૂબકી ઘણી મોંઘી સાબિત થાય છે. આવી જ રીતે સુરતના ત્રણ બાળકોએ નદીમાં ન્હાવા જવા માટે ડૂબકી મારી પણ સામે તેમને મોત મળ્યું. તાપી નદીમાં ત્રણ દિવસ પહેલા ન્હાવા પડેલા બાળકો ડૂબી જવાથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, બે બાળકનો મૃતદેહ તો મળી આવ્યો હતો પરંતુ ત્રીજી બાળકીનો મૃતદેહ ત્રણ દિવસની મહેનત બાદ મળ્યો હતો.

સુરતમાં ત્રણ દિવસ પહેલા ડૂબેલી બાળકીની લાશ તાપી નદીમાંથી મળી

author img

By

Published : Dec 12, 2020, 10:22 AM IST

  • સુરતના ઉમરા ગામ નજીક તાપી નદીમાં 3 બાળક ડૂબ્યા
  • ત્રણેય ન્હાવા નદીમાં પડેલા બાળકો ત્રણ દિવસ પહેલા ડૂબ્યા
  • ત્રણ દિવસ બાદ ત્રીજી બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો

સુરતઃ ઉમરા ગામ નજીક બુધવારે તાપીમાં 3 બાળકોના ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં લાપતા થયેલી બાળકીનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ બાળકીના મૃતદેહને બહાર કાઢી બનાવની જાણ ફાયર વિભાગને કરી છે.

4 બાળકો પૈકી 3 બાળકો તાપીના પટમાં ડૂબી ગયા હતા

સુરતના ઉમરા ગામ નજીક બુધવારે બપોરે તાપીમાં ન્હાવા પડેલા 4 બાળકો પૈકી 3 બાળકો તાપીના પટમાં ડૂબી ગયા હતા. બાળકો ડૂબ્યા હોવાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડૂબી ગયેલા બાળકો પૈકી ભાઈ બહેન 10 વર્ષીય સુનિતા થાપા અને 8 વર્ષીય પ્રતિપ થાપાના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલી 7 વર્ષીય નિરૂપૂરણસિંહ વિશ્વકર્માનો મૃતદેહ ફાયર બ્રિગેડે મોડે સુધી શોધતા પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુરૂવારે માસુમ નિરૂની ફાયર બ્રિગેડે ફરી શોધખોળ હાથ ધરી હતી. જોકે, કલાકોની શોધખોળ બાદ પણ નિરૂનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે બાળકીનો મૃતદેહ તાપી નદીના પટમાંથી મળી આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.