ETV Bharat / city

કાપડના વેપારીઓએ માર્કેટમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ મૂકી કરી નવી પહેલ, 4 વર્ષમાં 5 કરોડ લિટર પાણી કર્યું ડ્રેઇન - Textile traders put water harvesting plant in the market

ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં રિંગરોડના ગુડલક માર્કેટમાં બોરિંગનું પાણી ખૂબ જ મીઠા વાળું આવી રહ્યું હતું. જેને લઇને વેપારીઓ દ્વારા 4 વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો વિચાર કરાયો હતો અને શરૂઆતમાં ટેરેસના પાણીનો જમીનમાં સંગ્રહ પણ કરાયો હતો, જેને સફળતા મળી છે.

પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો

author img

By

Published : Sep 24, 2021, 7:35 PM IST

  • ગુડલક માર્કેટમાં બોરિંગનું પાણી ખૂબ જ ખારુ આવી રહ્યું હતું
  • માત્ર સંગ્રહ જ નહીં પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી
  • પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે

સુરત : ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં રિંગરોડના ગુડલક માર્કેટના વેપારીઓએ જળ સંચય માટે માર્કેટમાં વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ મૂકી નવી પહેલ કરી હતી. જો કે, તેના ફળ સ્વરૂપે બોરિંગના ખારા પાણીની જગ્યાએ હવે તેમને મીઠું પાણી મળતું થયું છે. વળી પાર્કિંગમાં મુકેલી સોલાર પેનલના કારણે તેમનું 50થી 60 હજારનું બિલ પણ હવે ઝીરો થશે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી

ગુડલક માર્કેટમાં બોરિંગનું પાણી ખૂબ જ મીઠાવાળું આવી રહ્યું હતું. જેને લઇને વેપારીઓ દ્વારા 4 વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો વિચાર કરવામાં આવ્યો અને શરૂઆતમાં ટેરેસના પાણીનો જમીનમાં સંગ્રહ પણ કર્યો, જેને સફળતા મળી. ત્યારબાદ મોટુ આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર સંગ્રહ જ નહીં પણ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી છે. જેમાં 90 ટકા વરસાદી પાણી જાય છે અને તે ચોખ્ખું અને શુદ્ધ રહે તે માટે અંદર જ ડબલ ફિલ્ટર મુકવામાં આવ્યા છે. જેથી કોઈ કચરો પણ જશે નહીં અને પાણીની શુદ્ધતા પણ જળવાઈ રહશે.

પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો

વરસાદનું પાણી માર્કેટના પ્રવેશથી 40 હજાર સ્કવેર ફૂટના પ્રિમાઈસીસ સુધીનું પાણી ફિલ્ટર થઈને બોરવેલ અને જમીનના તળ સુધી જાય છે અને પછી એ જ પાણી બોરના ઉપયોગથી વાપરી શકાય છે. આ પ્લાન્ટ શરૂ થતાં જ આસપાસના માર્કેટમાં પણ મીઠું પાણી આવવા લાગ્યું છે. આ સાથે જ વેપારીઓ દ્વારા પાર્કિંગ વિસ્તારમાં સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે, માર્કેટ પણ પર્યાવરણ બચાવવામાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યું છે.

વરસાદ પણ સારો પડ્યો અને ઘણું પાણી સંગ્રહ થયું

હાર્વેસ્ટિંગ સિસ્ટમ માર્કેટમાં શરૂ કરનાર વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, માર્કેટ પ્રિમાઈસીસમાં અમે ચાર-પાંચ વર્ષ પહેલા ખારા પાણીનો અનુભવ કર્યો હતો. આ એવું પાણી હતું, જેને જોઈને પણ બીક લાગતી હતી. ત્યારે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેકટનો વિચાર આવ્યો. પહેલા જ વર્ષે સફળ પણ રહ્યો અને વરસાદ પણ સારો પડ્યો અને ઘણું પાણી સંગ્રહ થયું.

કાપડના વેપારીઓએ માર્કેટમાં મૂક્યો વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ

અત્યાર સુધી અંદાજીત 4થી 5 કરોડ લિટર પાણી કર્યું છે ડ્રેઇન

વધુમાં દિનેશ કટારીયાએ જણાવ્યું કે, આ પ્રોજેકટ મોટા પાયે શરૂ કર્યો અને અત્યાર સુધી અંદાજીત 4થી 5 કરોડ લિટર પાણી ડ્રેઇન કર્યું છે. તેથી અમારી આખી પ્રિમાઇસિસમાં જે ખારું પાણી આવતું હતું, તે મીઠા પાણીમાં કન્વર્ટ થયું છે, જેથી પાણી વેસ્ટ થશે નહીં. વરસાદના પાણીનો સંગ્રહ થતા વરસાદના પાણીમાં જે 0 પીપી હાર્ડનેસ રહે છે, તેનો બેનિફિટ માર્કેટને થશે. સાથે જ 50 કિલોવોટની સોલાર પેનલ માર્કેટ પ્રિમાઈસીસમાં લગાઇ હોવાથી મહિનાનું 50થી 60 હજારનું બિલ નીલ થઈ જશે.

આ પણ વાંચો- મહેસાણા જિલ્લાની સરકારી શાળાઓમાં વરસાદી પાણી સંગ્રહનો પ્રોજેકટ હાથ ધરાશે

આ પણ વાંચો- Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.